Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

જસદણના મઢડાની સીમમાં જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લેતી આટકોટ પોલીસ

 આટકોટ તા ૨૦  :  જસદણ તાબેના મઢડા ગામની સીમમાં જુગાર રમતા નવ  શખ્સોને આટકોટ પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે આટકોટ પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા નાયબ પોલીસ વડા એચ.એમ. જાડેજાની સુચના મુજબ અને જીલ્લામાં દારૂ અને  જુગારની બદીઓ ડામી દેવાના આદેશના પગલે ગઇકાલે આટકોટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા મઢડા ગામેથી આટકોટ પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડયા હતાં

જુગાર રમતા નવ શખ્સોમાં દાદુ હાથી ચાવડા રે.મઢડા, યોગરાજ ભાભલુભાઇ ધાધલ,, મોટા દેવળીયા, ભાસ્કર ભોગીભાઇ જોષી, ધરાઇ વાવડી, ભાભલુ શાંતુભાઇ ધાધલ, મોટા દેવળીયા, ગોગન ડાયાભાઇ સાવલીયા, માયાવદર,   તાોફિક અબ્બાસભાઇ નકવી, રાંઢીયા, ભુપેન્દ્ર ઉર્ફે રાજુ નંદલાલ પોપટ, બાબરા, કિશન વિશામભાઇ સલા, દેરડી કુંભાજી, તથા દિલીપ વલ્લભભાઇ દેવભરંગી, રહે. દેવળીયા વાળાને રોકડ રકમ રૂા ૨૧૩૦૦/ તથા સાત મોબાઇલ કિંમત રૂા ૧૫ હજાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરોડામાં આટકોટ પોલીસના પી.એસ.આઇ કે.પી.મહેતા, હેડ કોન્સ. રસીકભાઇ મેટાલીયા, પો. કોન્સ. મુકેશભાઇ મકવાણા, પો. કોન્સ. નરેન્દ્રભાઇ બાબરીયા, સંજયભાઇ પરમાર, અને કાળુભાઇ ઝાપડીયા સાથે રહયા હતા. (૩.૭)

(4:15 pm IST)