Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

વડીયા અને મોરવાડાની સિમ વિસ્તારના ખેતરોમાં ચાર પાંચ દિવસથી દીપડાના દર્શનથી ખેડૂતોમાં ફફળાટ

વડીયા અને મોરવાડા ગામની સીમમાં દીપડાના ચાર પાંચ દિવસથી ધામા હોવાનું વડીયાના ખેડૂત મુસાભાઇ સાડેકી જણાવી રહ્યા છે છેલ્લા ચાર પાંચ દિવસથી વાડીએ પાણી પીવા આવે છે ગત દિવસે રાત્રીના વાડીએ આવ્યો ત્યારે દીપડાએ છલાંગ લગાવી હતી હું બાઇક છોડીને વાડીએ રૂમમાં પુરાઇ ગયો ત્યાર બાદ દીપડો કુતરાઓ ઉપર હુમલો કરીને જાળીમાં નાસી ગયો જે વનતંત્રને જાણ કરી છે જે વનવિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી આવી આગળની તજવીજ હાથ ધરેલ છે છતાં વાડી ખેતરે જતા ભય લાગી રહ્યો છે આ દીપડો પકડાઇ ન જાય ત્યાં સુધી વાડીએ કામકાજ કેમ કરવું. (તસ્વીર-અહેવાલઃ જીતેશગીરી ગોસાઇ-વડિયા)

(12:00 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST

  • બિહારના પાલીગંજ અને આરામાં મતદાન દરમ્યાન હિસા :મતદાન અટકાવવામાં આવ્યુ: પાલીગંજમાં મતદાન દરમ્યાન બે જૂથ આમને-સામને: મતદાન કેન્દ્રમાં તોડફોડ access_time 1:34 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST