Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભાવનગરમાં રવિવારથી અદ્યતન હોસ્પિટલ ભાવનગર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝનો પ્રારંભ

ભાવનગર, તા. ર૦ : ભાવનગરના દર્દીઓને વિશ્વસ્તરની સ્વાસ્થ્ય સેવાઓ આપવા આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ ૮૦ બેડની નવનિર્મિત મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી રહ્યા છીએ. જેમાં વૈજ્ઞાનિક સિદ્ધાંત નિષ્ઠ અને કફાયતી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.

BIMS HOSPITAL, ૪ ઓર્થોપેડીક સર્જન ડો. સંજીવ રવિ, ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, ડો. અજય ક્રિષ્નન તથા ડો. સુરેશ પરમાર ઓર્થોપેડીકની જોઇન્ટ રીપ્લેસ્મેન્ટ, સ્પાઇનને લગતી ફુલટાઇમ સેવાઓ આપશે.

ડો. ભરતભાઇ ડાભી, ગોપાલસિંહ પરમાર, ડો. શકીલ અહમદ ઇદ્રશી, ડો. હેતલબેન લીંબાની મેડીસીન, ક્રિટીકલ કેર તથા I.C.U.ને લગતી સેવાઓ આપશે.

ડો. વિજયરાજસિંહ જનરલ સર્જરી, લેપ્રોસ્કોપીક-પેટ અને આંતરડાને લગતી સારવાર તથા મેદસ્વીતા નિવારણની સર્જીકલ સારવાર આપશે.

ડો. સ્નેહલબેન રવિ પ્રસૃતિ તથા વ્યંધત્વ નિવારણ, સ્ત્રીરોગને લગતી સારવાર આપશે. આ ઉપરાંત ૧પ જેટલા જુનિયર ડોકટર્સ તથા ૬૦ જેટલા ટ્રેઇન્ડ નર્સીંગ તથા પેરામેડીકલ સ્ટાફ દર્દીઓની સારવાર સુલભ બનાવશે.

ડો. હીરેન ડુંગરાણી મોઢા તથા જડબાની ઇજાઓની નિષ્ણાંત સારવાર આપશે.

BIMS HOSPITAL દર્દી પ્રથમનો અભિગમ રાખી, માનવીય સ્પર્શ સાથે, આધુનિક ટેકનોલોજી સાથેની ગુણવત્તાસભર સત્યનિષ્ઠ ટીમવર્ક આપવા કટિબદ્ધ છે.

BIMS HOSPITAL માં ઉપલબ્ધ મેડીકલ તથા સર્જીકલ વિભાગો નીચે મુજબ છે.

મેડીસીન તથા હૃદયરોગ, પલ્મોનરી મેડીસીન, ક્રિટીકલ કેર(I.C.U), ઓબ્સ્ટટ્રીક તથા ગાયનેક, પેથોલોજી, રેડિયોલોજી, વ્યંધત્વ નિવારણ, જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી, ઓર્થોસ્કોપી અને સ્પોર્ટસ મેડીસીન, ટ્રોમા-ફ્રેકચર સર્જરી, સ્પાઇન સર્જરી, જનરલ તથા લેપ્રોસ્કોપી સર્જરી, ગેસ્ટ્રોસર્જરી (પેટ તથા આંતરડાના રોગો), બેરીયાટ્રીક તથા મોઢટાબોલીક સર્જરી, લીવર-પિત્તાશય-સ્વાદુપીંડની સર્જરી, મગજ તથા જ્ઞાનતંતુના રોગો (ન્યુરો મેડિસીન), ઓરલ તથા ફેસીયો મેકઝીલરી સર્જરી.

જેમાં નીચે મુજબ સુવિધાઓ ઉપલબ્ધ છે.

શહેર માધ્યમાં BIMS NABH GUIDELINE પ્રમાણે બનાવેલ હવા ઉજાસવાળુ GREEN CONCEPT BUILDING એક છત્ર નીચે સારવાર ઉપરાંત નિદાનને લગતી X-Ray Doppler 2-D અને અદ્યતન લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

અસરકારક સારવાર માટે આધુનિક સાધનો જેમ કે, hepa filter  સાથેનું jont less Modulor  ઓપરેશન થીયેટર, ICU.

વિશાળ પાર્કીંગ જગ્યા ધરાવતી બીલ્ડીંગ તથા દર્દીની બેડ-લિફટ/એલીવેટરની સુવિધા.

ટુંક સમયમાં 'મા અમૃતમ્' તથા 'PM-JAY' યોજના અંતર્ગત થતી નિદાન તથા સારવારની સુવિધા ઉપલબ્ધ થશે.

(11:59 am IST)