Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભાવનગર નજીકથી રૂ. ૨૪.૬૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ટોરસ ટ્રકમાં પાવડરની થેલીઓમાં છુપાવ્યો'તો : રૂ. ૩૪.૭૪ લાખના મુદ્દામાલ સાથે ૨ ઝડપાયા

ભાવનગર તા. ૨૦ : ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમારેે તમામ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર આવતા તથા સ્ટાફના માણસો વલ્લભીપુર પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૪/૧૯ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ વિ.મુજબના અનડીટેકટ ગુન્હાના કામે નારી ચોકડી ખાતે તપાસમાં હતા.

દરમ્યાન રાજસ્થાન પાર્સીગનો એક શંકાસ્પદ ટ્રક આવતા જેની તપાસ કરવા જતા ટ્રકમાં બેઠેલ કુલ-ત્રણ ઇસમો ભાગવા લાગતા જેમાંથી બે ઇસમોને પકડી પાડેલ અને શિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.આર. સોલંકી નાઓ તથા સ્ટાફના માણસો સાથે ટ્રક ચેક કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ હોય જેની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ કી.રૂ.૨૪,૬૭,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર કી.રૂ.૩૫૦૦, ટ્રક-૧ કી.રૂ-૧૦,૦૦,૦૦૦ તથા રોકડ રૂપિયા-૨૫૪૦, તાલપત્રી-ર કી.રૂ.૨૦૦ તથા પાવડર ભરેલ થેલી નંગ-૧૬૦ વિ. મળી કૂલ કી.રૂ.૩૪,૭૪,૦૪૦ના મુદ્દામાલ સાથેઙ્ગ આરોપી (૧) ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત ઉ.વ. ૨૭ રહે. ગામ અયાતરી તા. કુંભલગઢ થાના ચારભૂજા જી. રાજસમન્દ (રાજસ્થાન) (૨) છેલસીંગ છોગસીંગ રાજપૂત ઉ.વ.૫૫ રહે. ગામ કેરાલ પોસ્ટ રોડલા તા.અહોર જી. ઝાલોર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડેલ હતા.

ઉપરોકત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ રહે.જોધપુર ઠે.ડાંગીવાસ રોડ,રાજસ્થાન તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ રહેવાસી-વરતેજ તા.જી.ભાવનગર વાળો તથા રેઇડ દરમ્યાન એક ઇસમ નાસી ગયેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ શિહોર પો.સ્ટે.ના હેડકોન્સ. રાજેન્દ્રસિંહ એન. ગોહીલ નાઓએઙ્ગ પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમારઙ્ગ તથા શિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.આર.સોલંકીઙ્ગ તથા આર.આર.સેલ સ્ટાફ તથા શિહોર પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો.

(11:45 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST