Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ:ઇન્ડિયન એર ફોર્સને સલામ

પેસેન્જરનું જીવન બચાવવા ભારતથી મસ્ક્ત જઇ રહેલ ઇન્ડિયન એરલાઇન્સના વિમાનને જામનગર એર ફોર્સના બેઇઝ ઉપર ઉતરાણની મંજૂરી આપી

( મુકુંદભાઈ બદીયાણી દ્વારા )જામનગર : મધરાતે જામનગર એરફોર્સ બેઝ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું ઉતરાણ કર્યું છે ઇન્ડિયન એર ફોર્સને સલામ કરવા પડે તેમ મંજૂરી આપી છે એક 33 વર્ષના ભારતીય મુસાફર યુવકને ચાલુ ફ્લાઇટે હાર્ટ એટેક આવી જતા મસ્કત જઇ રહેલ એઆઈ 973 ઇન્ડિયન એર લાઇન્સની ફ્લાઇટ ડાયવર્ટ કરી અત્યારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે જામનગર એરફોર્સ બેઇઝ ઉપર ઉતારવામાં આવી છે.

    રાત્રે સિવિલિયન એરપોર્ટ ઉપર ઇમરજન્સી વિમાન ઉતરાણ કરવામાં વધુ સમય જાય એમ હોય, ઇન્ડિયન એર ફોર્સ સત્તાધીશોએ સહેજે વિલંબ કર્યા વિના એર ફોર્સના હવાઈ મથક ઉપર આ વિમાનનું ઉતરાણ કરવા મન્જુરી આપી હતી.

  આ દર્દીને એર ફોર્સના ડોકટર સાથે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. દર્દીનું નામ કે વિગત જાણવા મળતી નથી.

  એરફોર્સના જામનગર એર બેઇઝ ઉપર સિવિલિયન ફ્લાઇટ ઉતરી હોય તેવો આ પ્રથમ બનાવ છે.

જામનગર એર બેઝ ઉપર એર ફોર્સના વિમાન સિવાય સિવિલિયન પ્લેનના રાત્રી ઉડ્ડયન ઉપર પ્રતિબંધ છે.

(12:59 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST

  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST