Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

એસ્‍ટેટ શાખાને ભ્રષ્‍ટાચાર સમિતિના અધ્‍યક્ષ બનાવવા જોઇએ: જામનગર કોર્પોરેશનની સામાન્‍ય સભામાં ગેરકાયદે હોર્ડિંગ મુદ્દે બઘડાટી

જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર પ્રતિભાબેન કનખરાના અધ્યતા હેઠળ મળી હતી. આ સામાન્ય સભામાં શાસક પક્ષના ભાજપના વોર્ડ ૯ના કોર્પોરેટરએ એસ્ટેટ શાખાની પ્રશ્નનો લીધો હતા. જેમાં શહેરમાં રાજમાર્ગ ઉપર ૧૦૦૦થી વધુ ક્યુક્સ હોડિંગ લાગેલા છે તેની પાસેથી કોઈ ચાર્જ વસુલવામા આવે છે કે કેમ? જો ગેરકાયદેસર હોર્ડિંગ છે તો શા માટે હોડીન્ગો દુર કરવામાં આવતા નથી. તેઓ સામાન્ય સભામાં એસ્ટેટ શાખાને ભષ્ટ્રાચાર સમિતિના અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી. ભાજપની મહાનગરપાલિકા ભાજપના કોર્પોરેટર એવી ચીમકી આપી હતી કે જો પગલા નહિ લેવાઈ તો ઉપવાસ આદોલન કરીશ.

ભાજપના કોર્પોરેટર પ્રવીણભાઈ માડમના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાને બે મહિનાથી માહિતી અને પ્રશ્નો પૂછીએ છીએ કે જાહેર રોડ ઉપરના થાંભલામાં જે હોર્ડિંગ લાગેલા છે તેની પાસેથી કોઈ ચાર્જ વાસુલેલ છે. જો ગેરકાયદેસર છે તો શા માટે તેની સામે કાર્યવાહી થતી નથી.

એસ્ટેટ અધિકારીના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા માં એસ્ટેટ અધિકારી શામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે એસ્ટેટ શાખાના અધિકારી પોતાને પણ સ્વીકારેલ હતું કે શહેરમાં અનેક સ્થળોએ હોર્ડિંગ્સ ગેરકાયદેસર છે. તે દૂર કરવા માટે માણસો નથી. ગેરકાયદેસર હોર્ડિંગની ગણતરી કરી જેની માલિકીના હોર્ડિંગ હશે તેની સામે કાર્યવાહી થશે.

(6:37 pm IST)