Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મોરબી કચ્‍છ બેઠક ઉપર વધુ બે ઉમેદવારો સહિત કુલ ૧૬ જણની દાવેદારી

આજે ચકાસણી, ૨૨મી એ ફોર્મ ખેંચવાનો છેલ્લા દિવસ બાદ ચિત્ર સ્‍પષ્‍ટ થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૦: મોરબી કચ્‍છ લોકસભા બેઠક માટે અત્‍યાર સુધીમાં કુલ ૧૬ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. જેમાં બે મહિલા ઉમેદવાર પણ છે. જોકે, ૧૬ દાવેદારો પૈકી કોંગ્રેસના મુખ્‍ય ઉમેદવાર નિતેશ લાલણ સાથે બે ડમી અને ભાજપના મુખ્‍ય ઉમેદવાર વિનોદ ચાવડા સાથે એક ડમી એમ બે મુખ્‍ય રાજકીય પક્ષોના પાંચ ઉમેદવાર છે. જયારે અન્‍ય ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બસપ, સર્વ સમાજ પાર્ટી, રાઈટ ટુ રિકોલ પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, રાષ્ટ્રીય પાવર પાર્ટી, બહુજન મુક્‍તિ પાર્ટી, હિંદવી સ્‍વરાજય દળ અને અપક્ષ ઉમેદવારો છે. બે મહિલા ઉમેદવારે પણ ઝુકાવ્‍યું છે. જોકે, આજે ૨૦ તા.ના ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જયારે ૨૨ તા. ના ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આમ, ૨૨ ની સાંજ સુધી ઉમેદવારો નું અંતિમ ચિત્ર ક્‍લિયર થઈ જશે. ૭ મી મે ના મતદાન છે.

(12:15 pm IST)