Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

દ્વારકાનો શખ્‍સ બે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝબ્‍બે

ખંભાળીયાઃ મેવાસા ગામે રહેતો રાજાભા મિયાભા માણેક કાળા કલરનું પેન્‍ટ તથા કાળું ટી શર્ટ પહેરેલ છે અને તે ચોરીના વાદળી કલરના મોટરસાયકલ સાથે મેવાસા ગામથી દ્વારકા તરફ આવે છે. તેવી હકિકત મળતા એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો દ્વારકા થી મેવાસા ગામ તરફ જતા રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટી પાસે વોચમાં હતા. તે દરમ્‍યાન ઉપરોકત વર્ણનવાળો ઇસમ વાદળી કલરની મો.સા. લઇ મેવાસા ગામ તરફથી દ્વારકા તરફ આવતા તેને રોકી પુછરપછ કરતા પોતાની પાસે રહેલ મો.સા. જીજે.૩.એએન.૯૩૭૬ વાળુ દ્વારકા રેલ્‍વે સ્‍ટેશન પાર્કીંગમાંથી ચોરછ કરેલ હોવાનું જણાવતો હોય તેમજ તેની જડતી તપાસ દરમ્‍યાન તેની પાસે રહેલ મોબાઇલ દ્વારકા ખોડીયાર ચેકપોસ્‍ટ સામે આવેલ એક ઘરેથી ચોરી કરેલનું જણાવેલ. તેમજ મજકુરની પુછપરછ કરતાં ઉપરોકત મુદામાલ સિવાય એક બીજું મોટરસાયકલ દ્વારકા બસ સ્‍ટેન્‍ડ અંદરથી ચોરી કરી રેલ્‍વે સ્‍ટેશન પાછળ આવેલ બાવળની જાળીમાં સંતાડેલ હોવાનું જણાવતા એસ.ઓ.જી. સ્‍ટાફ સાથે સ્‍થળ પર તપાસ કરતા કાળા કલરનું ડ્રીમ યોગા મોડલનું મો.સા. મળી આવેલ. આમ મજકુર પાસે ચોરીમાં ગયેલ મોટરસાયકલ નંગ-ર(બે) તથા મોબાઇલ નંગ-૧(એક) જેની કુલ કિ.રૂ.૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર આરોપીને અટક કરી વધુ તપાસ અર્થે દ્વારકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરી પી.સી. સીંગરખીયા ઇન્‍સ., અશોકભાઇ આર. સવાણી, એ.એસ.આઇ., ગીરીરાજસિંહ લાલુભા, જગદીશભાઇ વી. કરમુર, જીવાભાઇ કે. ગોજીયા, સુરેશભાઇ કરશનભાઇ વાનરીયા એ કરી હતી.

(1:51 pm IST)