Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મોરબીની વી.સી. હાઇસ્‍કૂલ ખાતે ધો. ૧૦ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ફ્રી ડેમો કલાસનું આયોજન

મોરબી તા. ૨૦ : ચાલુ વર્ષે ધો.૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ધો.૧૧ માં એડમિશન વખતે કોઈ તકલીફ ના પડે એ હેતુસર વી.સી.હાઈસ્‍કૂલ દ્વારા ફ્રી ડેમો કલાસનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ડેમો લેક્‍ચર્સ દરમિયાન શિક્ષણની યોગ્‍ય પદ્ધતિ દ્વારા થીયરી સાથે પ્રેક્‍ટિકલનું પણ સચોટ જ્ઞાન મળી રહે ઉપરાંત વિજ્ઞાનપ્રવાહમાં આગળ વધીને ભાવિ કારકિર્દીના નિર્માણમાં સહયોગ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સાયન્‍સ વિભાગમાં યુવા છતાં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા બોર્ડ વર્કની સાથે સાથે ઓડિયો વિઝયુલ સીસ્‍ટમ દ્વારા અભ્‍યાસક્રમના મુદ્દાઓને સરળ રીતે સમજાવીને વિદ્યાર્થીને યાદ રાખવામાં મદદરૂપ થાય એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે.

ગોખણપટ્ટી આધારિત શિક્ષણને સ્‍થાને સમજણ આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી પોતાની ભાવિ કારકિર્દીના ઘડતર સમયે અવ્‍વલ રહે એ જ અગત્‍યનું છે, એ તો આપ સારી રીતે જાણતા જ હશો.

કોઈપણ શાળામાં વધુ ફી ભરીને એડમિશન લેતાં પહેલાં નજીવી ફી ધરાવતી આ સરકારી શાળાના ફ્રી ડેમો કલાસનો લાભ લેવા માટે આપના બાળકને અચૂક મોકલશો.

ધો.૧૧ સાયન્‍સ માટે ફ્રી ડેમો લેક્‍ચર્સ તા. ૨૨/૪/૨૦૨૪ થી તા. ૩૦/૪/૨૦૨૪ સવારે ૮ થી ૧૧.૩૦ રૂમ નં. ૨૦૯ (પહેલા માળે) ધી વી.સી. ટેકનિકલ હાઈસ્‍કૂલ, મોરબી. વધુ માહિતી માટે પૈજા સર - ૯૯૭૯૩ ૧૩૧૩૩, ગાંભવા સર - ૯૯૨૫૬ ૫૦૦૦૬, તન્ના સર - ૯૯૯૮૦ ૧૨૯૩૦, વાંસદડિયા સર - ૭૦૧૬૭ ૭૬૯૩૮નો સંપર્ક કરવો

(1:50 pm IST)