Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પોરબંદરથી કાનાલુસ અને ભાણવડની ટ્રેઇનો અઠવાડીયામાં ૩ વખત દોડશે

પોરબંદર,તા. ૨૦: પોરબંદર-કાનાલુસ અને પોરબંદર ભાણવડ ટ્રેન તા. ૩૦ સુધી અઠવાડીયામાં ત્રણ દિવસ દોડશે.

ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્‍ટેશનની પીટ લાઇન પર ચાલતી રહેતા સમારકામને કારણે પヘમિ રેલ્‍વેએ પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને ૩૦ સુધી સંપૂર્ણ પણે રદ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મુસાફરોની માંગને ધ્‍યાનમાં રાખીને, રેલ્‍વે પ્રશાસને અઠવાડીયામાં ત્રણ દિવસ એટલે કે સોમવાર, મંગળવાર અને બુધવાર નીચેની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો આ મુજબ છેઃ

(૧) ટ્રેન નંબર ૦૯૫૧૬/૦૯૫૧૫ પોરબંદર-કાનાલુસ-પોરબંદર

(૨) ટ્રેન નંબર ૦૯૫૫૨/૦૯૫૫૧ પોરબંદર-ભાણવડ-પોરબંદર

(૩) ટ્રેન નંબર ૦૯૫૪૯/૦૯૫૫૦ પોરબંદર-ભાણવડ-પોરબંદર

ટ્રેન નંબર ૦૯૫૫૧ ભાણવડ-પોરબંદર ટ્રેનના સમયમાં નજીવો ફેરફાર કરવામાં આવ્‍યો છે. આ ટ્રેન ભાણવડ સ્‍ટેશનથી ૨૧:૫૦ કલાક ઉપડશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(10:37 am IST)