Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મોરબીમાં ફાયર વિભાગ દ્વારા ૧૪ મૃતકોની અંતિમવિધી

સરકારી આંકડા મુજબ ૬ના મોતઃ કુલ ૨૯૬ના મોતઃ સરકારી ચોપડે માત્ર ૫૧ પોઝીટીવ કેસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૦: મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે તા ૧૯ એપ્રિલ, સોમવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૪૮૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૫૧ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે દ્યરે દ્યરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે આજે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૪ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જોકે આજે સત્તાવાર આજે અગાવના બે મોત અને આજના ૪ મોત સહિત મોરબી જિલ્લામાં ૬ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ ૧૪ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસઃ

મોરબી સીટીઃ ૧૬, મોરબી ગ્રામ્યઃ ૧૨, વાંકાનેર સીટીઃ ૦૪, વાંકાનેર ગ્રામ્ય :૦૪, હળવદ સીટીઃ ૦૪, હળવદ ગ્રામ્યઃ ૦૬, ટંકારા સીટીઃ ૦૦, ટંકારા ગ્રામ્યઃ ૦, માળીયા સીટીઃ ૦૦, માળીયા ગ્રામ્યઃ ૦૨,

આજના જિલ્લાના કુલ નવા કેસઃ ૫૧ આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગતઃ

મોરબી તાલુકામાઃ ૦૭, વાંકાનેર તાલુકામાઃ ૦૭, હળવદ તાલુકામાં: ૦૨, ટંકારા તાલુકામાં: ૦૭, માળીયા તાલુકામાઃ ૦૧

આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસઃ ૨૪

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ : ૫૮૦, કુલ ડિસ્ચાર્જ કેસઃ ૩૫૩૫

મૃત્યુઆંકઃ૨૮ (કોરોનાના કારણે) ૨૬૮ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ :૨૯૬

કુલ નોંધાયેલા પોઝિટિવ કેસઃ ૪૪૧૧

અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યાઃ ૨૩૭૨૫૦

(12:55 pm IST)
  • કોરોના મહામારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : ગુજરાત સરકારે ૮૨ પાનાનું ઍફીડેવીટ દાખલ કર્યુ : જેમાં સરકારે કરેલી તમામ વ્યવસ્થાના દાવા કર્યા access_time 12:04 pm IST

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને દરરોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે : જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને રોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી ધનરાજ પરિમલભાઈ નથવાણીઍ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને જણાવ્યુ છે : કોરોના મહામારીમાં આ મોટા આર્શીવાદરૂપ સમાચાર છે access_time 2:50 pm IST

  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધનની જાહેરાત : COVID19 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળની વીમા યોજના, આરોગ્ય સેવા આપતા કર્મચારીઓ માટે આજથી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. access_time 11:31 pm IST