Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હળવદમાં ફ્રેન્ડસ યુવા કલબ દ્વારા ચકલીઘર પાણીના કુંડાનું વિતરણ

હળવદ તા ૧૯ :  ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પક્ષીઓ ને પીવા માટે પાણીની વ્યવસ્થા થાય તેમજ ચકલી એક એવું પક્ષી છે કે તે ગમે ત્યાં પોતાનો માળો બાંધી શકતો નથી. ચકલીની લુપ્ત થતી પ્રજાતીઓને બચાવવા માટે હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ વિના મૂલ્યે ચકલી ઘર, તેમજ પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ આયોજન અંતર્ગત હળવદની પ્રકૃતિપ્રેમી જનતા  ઉમટી પડી  હતી અને ફકત   બે કલાકની અંદર ૪૦૦ નંગ પીવાના પાણીના કુંડા તેમજ પાંચસો નંગ ચકલી ઘરનો  વિના મૂલ્યે વિતરણ થઇ ગયું.

આ પ્રોજેકટમાં ચકલી ઘર ના દાત્તા વાલજીભાઇ પટેલ રહયા હતા. તેમજ પીવાના પાણીના કુંડાના દાત્તા કેન્દ્ર યુવા સેવા ગ્રુપ દ્વારા ખર્ચો ઉઠાવવામાં આવ્યો હતો.

પ્રોજેકટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ દિવ્યાંગ  શેઠ ,સાથી સભ્યો વિશાલ જયસ્વાલ, બીપીનભાઇ કાપડીયા, મયુરભાઇ ગાંધી, સનીભાઇ ચોૈહાણ, ઘનશ્યામભાઇ બારોટ, મયુર પરમાર, પ્રિેયેશ શેઠ, અજ્જુભાઇ, કાળુભાઇ ઠાકોર, પાર્થ વેલાની ગોૈતમ શેઠ, અજય મકવાણા સહિતના યુવકો સેવાયજ્ઞમાં જોડાયા હતા. તસ્વીરમાં કુંડા અને માળાનું વિતરણ થતુ દષ્ટિગોચર  થાય છે.

(12:18 pm IST)