Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પોરબંદરની મહીલા ખેલાડીઓ રાજય વુમન માસ્ટર સ્પર્ધામાં ઝળકી : ૬ ગોલ્ડ, ૨ સીલ્વર, અને ર બ્રોન્ઝ

પોરબંદર તા ૨૦ : રાજયકક્ષાની પ્રથમ વુમન્સ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ સંપન્ન : દોડ-ફેક-કુદ  સ્પર્ધામાં ૨૫ થી ૧૦૦ વર્ષની ૯૭ જેટલી મહીલાએ કોૈવત બતાવ્યું સ્પર્ધામાં ૬ ગોલ્ડ, ૨ સીલ્વર, ર બ્રોન્ઝ મેળવ્યા છે.

ગુજરાત માસ્ટર એથ્લેટીકસમાં છેલ્લા પંદર વર્ષથી ગુજરાતના ત્રણ ગોલ્ડ મેડલ અને મદ્રાસ ખાતે નેશનલ સ્ત્તરે બે સિલ્વર મેડલ અને ગુજરાત રાજય રાષ્ટ્રનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય વસંતબેન રઘુભાઇ પરમારની સ્મૃતિમાં પરમાર પરિવાર  દ્વારા  ચોપાટી ખાતે મહિલાઓ માટે પ્રથમ વખત રાજયકક્ષાની વુમન્સ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.

વિશ્વસ્તરે રમત-ગમત ક્ષેત્રે વિનામુલ્યે કાર્યરત અને ૪૦ વર્ષ પહેલાં પંજાબના દોડવીર મિલખાસિંઘના હસ્તે સ્થપાયેલા વુમન્સ  માસ્ટર   એથ્લેટીકસ  ઓસોસીએશન ઓફ ગુજરાત દ્વારા દેશમાં અવાર નવાર અલગ અલગ સ્પધાનું આયોજન કરવામાં આવે છે. રાજય-રાષ્ટ્ર અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ  સોૈ  પ્રથમ  વુમન્સ માસ્ટર  એથ્લેટીકસ ચેમ્પીયનશીપ   સ્પર્ધાનો સમાજ શ્રેષ્ઠી વજુભાઇ એરડા ,સુમન સિંહ ગોહીલ,ડો ભરત ગઢવી, ડો. ઇશ્વરભાઇ ભરડા, ડો. દિલીપ વ્યાસ,  ડો.એન. યુ. જાડેજા ની  ઉપસ્થિતીમાં પોરબંદરના જાણીતા તબીબી ડો. સુરેશ ગાંધી ના હસ્તે મંગલદીપ પ્રગટાવીને થયો, ત્યારે ઉપસ્થિત રાજયભરના મહીલા ખેલાડીઓ એ  વધાવ્યો હતો.

પ્રારંભમાં માસ્ટર એથ્લેટીકસ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રમુખ વિ.એન. પાઠકે સોૈને આવકાર્યા હતો

સંસ્થાના જનરલ સેક્રેટરી આઇ. યુ. સીડાએ જણાવેલ કે પોરબંદર રમત-ગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.

મારૂતિ જીમના સંચાલક વજુભાઇ પરમારના માર્ગદર્શન તળે યોજાયેલી ૩પ થી ૧૦૦ વર્ષની મહિલા એથ્લેટીકસ દોડ - ફેંક - કૂદ સ્પર્ધામાં  ૮૪ ગોલ્ડ, પપ સીલ્વર અને ૩૧ બ્રોન્ઝ મેડલો મેળવ્યા હતાં. પોરબંદરની મહિલાઓએ ૬ ગોલ્ડ, ર સીલ્વર અને ર બ્રોન્ઝ મેડલ મેળવી રંગ રાખ્યો હતો.

કસ્તુરબા જન્મ ભૂમિમાં રમાયેલ વુમન્સ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં ૧૭૦ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડેલો મેળવનાર મહિલાઓ આગામી તા. ર૯ થી ૩૦ જૂન ર૦૧૯ દરમિયાન શ્રી બામ બોલિક સ્ટેડીયમ ગોવા ખાતે યોજાનાર પ્રથમ વુમેનર્સ નેશનલ માસ્ટર્સ એથ્લેટીકસ ચેમ્પીયન શીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સર્વોત્તમ મેડેલો મેળવી પોરબંદરની કસ્તુરબા ભૂમિ અને ગુજરાતનું નામ રોશન કરશે.

રાજય કક્ષાની યોજાયેલી સ્પર્ધામાં કોચ તરીકે મહેન્દ્ર સુરેલીયા, શ્રી માધુભાઇ પટેલ, નરોડીયા , વી. આર. મણવર બી. વી., દીલીપ ઠાકર, એસ. આર. જોષી, કે. વી. પહાડ, શંભુભાઇ મોઢવાડીયાએ સેવા બજાવી હતી. વ્યવસ્થા હાર્દિક ચૌહાણ, અજય વાજા, ભાવેશ ચુડાસમા, કૃપા પરમાર, અભિષેક પરમાર, શ્રીમતી જયવંતીબેન પરમારે જાળવી હતી.

રમોત્સવમાં સમાજ શ્રેષ્ઠી મહિલાઓ સર્વ દુર્ગાબેન લાદીવાલા, પ્રો. કલ્પનાબેન જોશી, પ્રતિભાબેન દેવપુષ્કર ચંદ્રીકાબેન તન્ના, પમિલાબેન જોશી, જયોત્સનાબેન નથવાણી, દિવ્યાબેન કડછા, નર્મદાબેન પોસીરીયા, હંસાબેન પુરોહિત, સહિત રમત પ્રેમી ભાઇ-બહેનો શહેરના પ્રબુધ્ધ નાગરીકો, રમતવીરો તેમજ રાજયભરમાંથી રમતવીર મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

(12:08 pm IST)