Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

એક મતદાન મથક પર એકસો પચ્ચીસથી વધુ ચૂંટણી સાહિત્યની સામગ્રી રખાશે

ભાવનગર, તા. ર૦ : લોકસભાની ચૂંટણીમાં મતદાન માટેની આખરી તૈયારીઓ થઇ રહી છે. વહીવટ તંત્ર સાબદુ બન્યું છે. ચૂંટણીપંચ દ્વારા મતદાન મથક પર જીણામાં જીણી બાબતોને ધ્યાનમાં રાખી જરૂરીયાતની ચીજવસ્તુઓ સાહિત્ય એકત્રીકરણ અને વિતરણની પણ તૈયારીઓ થઇ રહી છે. એક મતદાન મથક પર સામાન્ય ટાંચણી દિવસળીની પેટીથી માંડી વિવિપેટ અને મતદાન એકમ પેટી સહિત એકસો પચ્ચીસથી વધુ ચીજવસ્તુઓનું સાહિત્ય રાખવામાં આવશે. લોકશાહીના પરવામાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ મતદારો સરળતાપૂર્વક કરી શકે અને મતદાનમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે દરેક મતદાન કેન્દ્ર પર એકસો પચ્ચીસથી વધુ ચીજવસ્તુઓનું સાહિત્ય રાખવામાં આવે છે. જેમાં ખાસ મતદાન એકમ પેટી, વીવીપેટ, વીવીપેટ ડીસપ્લે એકમ, મતદારોનું રજીસ્ટર સ્લીપ, સીલ અને શાહી સહિત તો હોય જ છે સાથો સાથ ચોક, યુપીન, દોરી, મીણબત્તી, બલડની સામગ્રી ઉપરાંત જુદી જુદી નિશાની અને લખાણ વાળા તેર બેનર પાટીયા પણ રાખવામાં આવેલ છે.

(10:02 am IST)