Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હળવદનાં માથકમાં કાલથી ઝાલા (રાણા) ક્ષત્રિય ભાયાત પરિવાર દ્વારા ભાગવત કથા

રાજકોટ તા.૨૦: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામમાં સમસ્ત માથક ઝાલા (રાણા) ક્ષત્રિય ભાયાત દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તા. ૨૧થી તા. ૨૭ સુધી માથક દરબારગઢ, શકિત ચોક, માથક ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૧ને રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. વ્યાસાસને યુવા કથાકાર અજયપ્રસાદ મનસુખપ્રસાદ રાજગોર (સ્નેહ સરીતા સેવાશ્રમ મધુબન ગૌશાળા લલીયાણાવાળા) બિરાજી કથાનું રસપાન કરાવશે.

તા. ૨૧ને રવિવારે સવારે ૧૦ વાગ્યે ભાગવત કથાનું દિપ પ્રાગટય, તા. ૨૩ને મંગળવારે સાંજે પ.૩૦ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટય-પ્રહલાદ ચરિત્ર, તા. ૨૪ને બુધવારે બપોરે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવ, સાંજે પ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ-નંદ મહોત્સવ ઉજવાશે. તા. રપ ને ગુરૂવારે સાંજે પ વાગ્યે શ્રી ગોવર્ધન લીલા દર્શન, તા. ૨૬ને શુક્રવારે સાંજે પ વાગ્યે શ્રી રૂક્ષ્મણી વિવાહ, તા. ૨૭ને શનિવારે સાંજે પ વાગ્યે શ્રી સુદામા ચરિત્ર, પરિક્ષીત મોક્ષ, સાથે કથા વિરામ લેશે.

તા. ૨૮ને રવિવારે સવારે ૮ વાગ્યે શ્રી નારાયણ યજ્ઞ તથા બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ તથા શ્રીફળ હોમાશે.

યજ્ઞના આચાર્ય તરીકે રાવલ ભૂતપરાય ભવાનીશંકર પૂજન અર્ચન કરાવશે.

માથક ભાયાત ઝાલા પરિવારને યજ્ઞમાં યજમાન તરીકે બેસવા નામ નોંધાવવા કૃષ્ણસિંહ વી. ઝાલા (મો. ૯૮૨૫૭ ૩૫૦૬૯), જનકસિંહ બી. ઝાલા (મો. ૯૯૧૩૪ ૧૫૦૭૭), પ્રહલાદસિંહ પી. ઝાલા (મો. ૯૯૨૫૮ ૭૧૦૦૨), તખુભા એન. ઝાલા (મો. ૯૫૭૪૪ ૦૮૭૯૫), હરપાલસિંહ જે. ઝાલા (મો. ૯૮૭૯૪ ૨૨૭૦૦), નરવિરસિંહ જે. ઝાલા (મો. ૯૮૨૫૧ ૭૯૦૩૧), જશપાલસિંહ જી. ઝાલા (મો. ૮૧૬૦૦ ૪૯૦૬૫) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(10:02 am IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST