Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કચ્છના કંડલા કસ્ટમ્સ કચેરીના કમિશ્નર સત્યપ્રકાશ ગુપ્તા ૪૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, તા. ૨૦ :. કચ્છના કંડલા કસ્ટમ્સ હાઉસના કમિશ્નર રૂ. ૪૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કચ્છના કંડલામાં આવેલ કસ્ટમ હાઉસના કમિશ્નર ઓફ કસ્ટમ્સ સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તા (ઉ.વ. ૨૬) મૂળ રાજસ્થાન, હાલ ગાંધીધામએ એક મહિલા પાસેથી ટ્રાન્સફર બીલ બનાવી તથા સેલેરી બીલની રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપવાની અવેજીમાં રૂ. ૪૦૦૦ની માંગણી કરી હતી.

જે અંગે ફરીયાદી મહિલાએ કચ્છ એસીબીને જાણ કરી હતી અને લાંચનું છટકુ ગોઠવાયુ હતું. જેમાં ગાંધીધામ એસીબીના પીઆઈ પી.વી. પરગડુ, ભૂજ એકમના નિયામક બોર્ડર ઈન્ચાર્જ મદદનીશ કે.એ. ગોહીલ અને એસીબી ટીમે કસ્ટમના કમિશ્નરને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડયા હતા.

(4:34 pm IST)