Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વિરમગામનાં કરથલમાં યુવતી સાથેના આડાસંબંધમાં ટપારવા જતા પિતરાઇ ભાઇ ઉપર ટ્રેકટર ફેરવી દઇને હત્યા

વઢવાણ તા. ૨૦:  વિરમગામના કરથલ ગામે આડા સંબંધોમાં યુવતીના પિતરાઇ ભાઇએ- આરોપીને ઠપકો આપતા ૯ શખ્સો ભેગા મળી અને મારમારી યુવતીના પિતરાઇ ભાઇ ઉપર ટ્રેકટર ચડાવી દઇ અને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા નાના એવા આ ગામમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે.

વિરમગામ ના કરથલાના જીમાભાઇ ભુરાભાઇ ભરવાડ જેઓની ભત્રીજી સાથે આજગામના અજીત હમીર ગોહિલ નામના શખ્સ સાથે આડા સંબંધો ધરાવતો હતો. જેની ખબર વાલાભાઇ જીમાભાઇ ભરવાડ ને પડતા આરોપી અજીત હમીરભાઇ ગોહિલ ને આ બાબતે ઠપકો આપી અને વાલાભાઇએ સંબંધો પુરા કરી નાખવાનું જણાવતા વાલાભાઇ ભરવાડને ગોપાલ ગોહિલ, હમીર ગોહિલ દશરથ ગોહિલ,પ્રયાગ ગોહિલ, ધીરૂ ચોૈહાણ, દિપક ચોૈહાણ લાલાભાઇ ચિતરંજન રાધાકૃષ્ણ મહારાજ સહિતના વ્યકિત ઓ દ્વારા વાલાભાઇ જીમાભાઇ ભરવાડ ઉ. વ. ૨૪ વાળાને માર મારી ટ્રેકટર ફેરવી હત્યા કરવામાં આવતા પોલીસ દોડી જઇ અને હત્યારા ઓ સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે. (૧.૧૨)

(1:00 pm IST)