Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જામનગરમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના કૌભાંડથી રાજકોટ હેડકવાર્ટર ખળભળી ઉઠ્યું : વીજીલન્સ દોડાવતા એમ.ડી. પંડયા

હાઇલેવલ ૬ અધીકારીઓના જામનગરમાં ધામા : આખી ટોળકી પકડાઇ : ફેઇલ થઇ ગયેલા ૩પ ટીસી ચોરાયાનો ધડાકો : દરેક વીજ સર્કલમાં તપાસનો ધમધમાટ : અંદરનો કોઇ સ્ટાફ-કોન્ટ્રાકટરના જુના માણસો તરફ શંકાની સોઇ

રાજકોટ, તા. ર૦ :  જામનગરમાં બુધવારે વીજ ટ્રાન્સફોર્મર ચોરી ફરતી ટોળકી ઝડપાઇ ગયા બાદ કંઇક ચોંકાવનારી વિગતો ખુલતા, પીજીવીસીએલનું હેડકવાર્ટર રાજકોટનાું તંત્ર ખળભળી ઉઠયું છે, રાજકોટના હાઇલેવલ અધિકારીઓ તો ચિંતાતુર બન્યા છે, પરંતુ તાજેતરમાં જ મેનેજીંગ ડીરેકટર તરીકે મુકાયેલા શ્રી ભાવિન પંડયા પણ ચોંકી ઉઠ્યા છે, અને વીજીલન્સના ૬ ઉચ્ચ અધિકારીઓને હાઇલેવલ તપાસ અર્થે આજે જામનગર દોડાવતા સનસનાટી મચી જવા પામી છે.

ટોપ લેવલના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આ વીજ ટ્રાનસફોર્મર ચોરીના કૌભાંડના જામનગર પીજીવીસીએલનો કોઇ અંદરનો સ્ટાફ કે કોન્ટ્રાકટરના જુના માણસો તરફ શંકાની સોઇ ધમી ગઇ છે.

આમ, પણ જામનગર જીઇબીમાં વર્ષોથી પેધી ગયેલો અને એક જ જગ્યાએ વર્ષોથી ફરજ બજાવતો સ્ટાફ છે, આ બાબત પણ એમડી શ્રી પંડયાના ધ્યાને આવી છે અને તેઓ સાફસૂફીના મુડમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.   

સાધનોએ ઉમેર્યુ હતુ કે ફાઇલ થઇ ગયેલા ટ્રાન્સફોર્મર ઉતારી લેવાને બદલે કેમ ત્યાં જ રખાયા તે પ્રશ્ન ઉભો થયો છે , આવા કુલ ૩પ જેટલા ટ્રાન્સફોર્મર ચોરાયાની વિગતો ખુલી રહી છે, આખી ટોળકી ઝડપાયાનું અને તેણે વટાણા વેરી નાંખ્યાનું અને પોલીસે આ આખી ટોળકી પાસેથી હાલ ૭ થી ૮ ટ્રાન્સફોર્મર કબજે કરી રેકી કર્યાનું બહાર આગ્યું છે.

પીજીવીસીએલના એમડીશ્રી પંડયાએ આવી બાબત અન્ય સ્થળે બની છે કે કેમ તે અંગે દરેક વીજ સર્કલમાં તાસ હાથ ધરવા પણ આદેશ કર્યો છે. જામનગરની ઘટનામાં જાણભેદૂ હોવા બાબતે અમૂક સ્ટાફના તપેલા ચડી જાય તો નવાઇ નહીં એમ પણ ઉચ્ચતમ સૂત્રોએ ઉમેર્યુ હતું.

(12:59 pm IST)