News of Friday, 20th April 2018

સુરેન્દ્રનગરમાં પરશુરામ જયંતી શોભાયાત્રામાં મહિલા ભાજપ મહામંત્રી દ્વારા હવામાં ફાયરીંગ

વઢવાણ : સુરેન્દ્રનગર ખાતે પરશુરામ જયંતીની શોભાયાત્રામાં ભાજપના મહામંત્રી, પાલિકા ઉપપ્રમુખ સહિતના મહિલા આગેવાનો તલવાર, ફરસી, બંદૂક જેવા હથિયારો સાથે નજરે પડયા હતાં. શોભાયાત્રામાં ભાજપના મહામંત્રી સ્મિતાબેન રાવલ હવામાં ફાયરીંગ પણ કરી રહ્યા છે. જે અંગે અનેક ચર્ચાઓ વહેતી ગઇ છે. (તસ્વીરઃ અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ) (પ-૧૬)

 

(12:58 pm IST)
  • બાલ વિવાહ અભિશાપ : આનંદીબેને મધ્યપ્રદેશમાં પાટીદાર સમાજને સંબોધ્યો : સમૂહ લગ્નમાં રાજયપાલ આનંદીબેન પટેલનું સંબોધન : બાલ વિવાહ પ્રથા ત્યાગો : સમૂહ લગ્ન અપનાવો access_time 12:48 pm IST

  • આંખોના ઇશારે રાતોરાત ‘નેશનલ ક્રશ' બનેલી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર ફરતો થયો છે. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ મેકઅપ રૂમમાં આંખોનો સ્મોકી મેકઅપ સાથે હેરસ્ટાઇલિસ્ટ પાસે વાળ સેટ કરાવી રહી છે. આ સમયે તેણે ફરીવાર પોતાની નૈન કટારી ચલાવીને સૌને ઘાયલ કર્યા છે. આ વીડિયોને 20 કલાક પણ નથી થયા અને એટલામાં તો દોઢ લાખથી વધુ લોકો તેને લાઇક કરી ચૂક્યા છે. access_time 1:15 am IST

  • નાની બાળાઓ સાથે થતા દુષ્કર્મ - રેપના કેસમાં હવે આરોપીને થશે મોતની સજા : POSCO એક્ટમાં કેન્દ્ર સરકાર સંશોધનની કરી રહી છે તૈયારી : સુપ્રિમ કોર્ટને જવાબ આપતા સરકારે જણાવ્યું કે, તે પોક્સો એક્ટમાં સંશોધનની તૈયારી કરી રહી છે. આ એક્ટમાં ફેરફાર બાદ 0-12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ - રેપ કરવાના મામલે આરોપીને મોતની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ મામલાની વધુ સુનાવણી આગામી 27 એપ્રિલે નક્કી કરવામાં આવી છે. access_time 3:11 pm IST