Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

પાલિકા-પંચાયતોમાં ચૂંટાયેલા ભાજપના સભ્યો માટે વર્ગ

મે-જુનમાં પ૦૦ જેટલા સભ્યોને પ્રશિક્ષણ અપાશે

રાજકોટ તા.ર૦ : ભાજપ દ્વારા મે-જુન મહિનામાં સ્થાનિક સ્વરાજયોની સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાનાર છે. જેમાં તેમને પ્રજાના પ્રતિનિધિ તરીકેની ભૂમિકા અંગે માર્ગદર્શન અપાશે.

તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગર પાલિકામાં ચૂંટાયેલ, ભાજપના સભ્યો માટે અલગ-અલગ વર્ગ યોજાશે દરેક સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં ચૂંટાયેલા સભ્યના અલગ-અલગ વર્ગ યોજાશે. સભ્ય સંખ્યાના આધારે જિલ્લાવાર આયોજન નકકી થશે. પ્રશિક્ષણ માપનાર સભ્યોની કુલ સંખ્યા પ હજાર આસપાસ થશે.(૬.૧૭)

(12:57 pm IST)