Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ખંભાળિયામાં ટ્રાફીક ઝુંબેશથી વાહનચાલકોમાં જાગૃતતા, દિવસેને દિવસે ઘટતી ટ્રાફીક સમસ્યા

આડેધડ પાર્કિગ કરનારા સામે પણ પોલીસ લાલ આંખ કરવાની તૈયારીમાં

ખંભાળિયા તા. ૨૦ : અહીયા એ.એસ.પી. પ્રશાંતકુમાર શુકલ દ્વારા ટ્રાફીકવાળા વિસ્તારોમાં ટ્રાફીક પોલીસના રાઉન્ડ ઉપરાંત રોજ અનેક સ્થળે ટ્રાફીક ઝુંબેશ હાથ ધરાઇ છે. જેમાં રોજ હજારોનો દંડ આર.ટી.ઓ. પોલીસ દ્વારા વસુલ થઇ રહ્યો છે.

જેમાં  મોબાઇલ પર વાત કરતા, ત્રણ સવારીમાં છડેચોક નિકળતા અને બાળકો દ્વારા ચલાવાતા વાહનોને ડીટેન કરીને પ્રત્યેક વાહન દીઠ ૧૫૦૦ થી ૨૦૦૦નો દંડ વસુલ કરાય છે.

જાણવા મળ્યાનુસાર ટ્રાફીક ઝુંબેશમાં પ્રતિદિન ૨૦,૩૦ થી માંડીને ૧૦૦,૧૫૦ સુધીના કેસ કરવામાં આવતા હવે જાગુતતા આવી છેે. વાહનચાલકો લાયસન્સ કાગળો સાથે વાહનો ચલાવતા થયા છે.

એવી જ રીતે જુદા જુદા વિસ્તારોમાં ફરી આડેધડ રીતે પાર્કીગ કરતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. (૧.૧૫)

(12:53 pm IST)