Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગોંડલમાં ચોરાઉ ૪ મોટરસાઇકલના સ્પેરપાર્ટસ સાથે રફીકશા ફકીર પકડાયો

રાજકોટમાંથી બાઇક ચોરી સ્પેરસ્પાર્ટસ અલગ કરી વેચવાની પેરવી કરતો'તોને પોલીસે દબોચી લીધો

ગોંડલ, તા.૨૦ : ગોંડલમાં ચોરાઉ ૪ બાઇકના સ્પરપાર્ટસ સાથે ફકીર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ ફકીર શખ્સ રાજકોટમાંથી બાઇક ચોરી સ્પેરપાર્ટસ અલગ કરી વેચાણ કરવાની પેરવીમાં હતા તે પહેલાં જ પોલીસે દબોચી લીધો હતો.મળતી વિગતો મુજબ ગોંડલ સીટી પી.એસ.આઈ. બી.એલ.ઝાલા, જયવીરસિંહ રાણા, કુલદીપસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા તથા પ્રફુલભાઈ પરમાર વગેરે  પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે રફીકશા રજબશા શાહમદાર જાતે ફકીર ઉવ.૩૮ રહે ગોંડલ બરકાતી પરા વાળો રાજકોટ શહેર માંથી જુદી જુદી જગ્યાએ થી ચોરી કરેલ મોટરસાયકલો પોતાના રહેણાંક મકાને ભેગા કરી અને તેના સ્પેરપાર્ટ અલગ કરી ને વેચાણ કરવાની પેરવી માં છે હકીકત તે આધારે તેના રહેણાંક મકાને થી કાળા કલર નું સ્પેન્ડર મો.સા.gj.03.fh - ૨૩૮૫ જેની કી. રૂ.૨૫.૦૦૦ તથા ચાર સ્પેન્ડર મો.સા.ની.ચેસીસ કી.રૂ.૫૦૦૦/- ગણી જુદા જુદા સ્પેરપાર્ટ મળી આવતા તેમજ કુલ ૬૭.૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગોંડલ સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)