Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દ્વારકામાં અજાણ્યા યુવાની લાશના વારસદારની માહિતી આપવા બાબત

ખંભાળીયા તા.૨૦: દ્વારકાના રૂપેણ બંદર રામાપીરના મંદિર પાસેથી તા.૬-૪-૧૮ના રોજ ૩૫ થી ૪૦ વર્ષના અજાણ્યા લાશ મળી આવેલ છે. આ મરણ જનારની લાશના કાંડામાં કડુ પહેરેલ છે તેમજ મરૂન ચેકસ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે વાને ઉજળો છે. આ મરણ જનારના વાલી વારસદાર વિશે જો કોઇને કોઇપણ જાતની માહિતી હોય કે મળે તો દ્વારકા પોસીસ સ્ટેશનના નં.૦૨૮૯૨-૨૩૪૫૨૩ તથા મો.નં.૯૯૭૯૮ ૭૭૬૪૩ ઉપર જાણ કરવા એ.એસ.આઇ. દ્વારકાના કે.આર.શીલુની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)