Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બળાત્કાર જેવા ગુન્હામાં ફાંસીની સજાનો કાયદો બનાવવા આવેદન

મોરબી સ્વયં સૈનિક દળ દ્વારા ગાંધી ચોકથી બાઈક રેલી યોજવામાં આવી હતી જે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી જયાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હાલ ભારતમાં સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચાર થઇ રહ્યા છે અને નરાધમો દ્વારા નાની બાળકીઓ પર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આરોપીઓને પકડવા અને સજા કરવા લોકોએ રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે અને કાયદાનો ડર ખત્મ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે હાલ જમ્મુના કઠુંઆમાં આઠ વર્ષની બાળકી સાથે, સુરતમાં ૧૦ વર્ષની બાળકી અને રાજકોટમાં ૯ વર્ષની બાળકી તેમજ ઉત્તરપ્રદેશમાં બીજેપીના ધારાસભ્ય દ્વારા બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે સ્ત્રીઓનું શોષણ અટકે અને બળાત્કારીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો સંસદમાં બનાવવામાં આવે અને તેનો ત્વરિત અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે. વધુમાં આવેદન પત્ર સાથે કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જેમાં બળાત્કારીઓને ફાંસીની સજા કરવામાં આવે, સ્ત્રી ઉત્પીડન કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાય, સ્ત્રી ઉત્પીડન કેસોમાં ત્રણ મહિનામાં ટ્રાયલ પૂર્ણ થાય, ભારતના તમામ ગામડાઓમાં મહિલા પોલીસ સ્ટેશન ચાલુ થાય અને સ્ત્રી ઉત્પીડન કાયદાઓ કડક કરવામાં આવે તેવી માંગ પણ સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવી છે. તસ્વીરમાં બાઇક રેલી સાથે યુવાનો નજરે પડે છે.

(11:39 am IST)