Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રોટરીકબલ- વઢવાણા દ્વારા દિવ્યાંગ બાળકોનો રમતઉત્સવ

તાજેતરમાં ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં વિવિધ રમતો માં ભારતીય ખેલાડીઓ સારી એવી સફળતા મેળવી મેડલ મેળવે છે ત્યારેની આજ ની પેઢીના મોટાભાગના યુવાનો પોતાનો સમય મોજશોખ પાછળ કે બ્રાન્ડેડ કપડાં મલ્ટીપ્લેક્ષ સિનેમા ઓમાં વીતાવવાનું પસંદ કરતા હોય છે ત્યારે  વર્ષ ૨૦૦૯થી કાર્યરત રોટરી કલબના ઓફ વઢવાણ ના નેજા હેઠળ ક જીવન સ્મૃતિ મંદબુદ્ઘિના બાળકો ની તાલીમી શાળા ખાતે મંદબુદ્ઘિના વિદ્યાર્થીઓ માટે દિવ્યાંગ ઉત્સવ યોજવામાં આવેલ જેમાં આ સંસ્થાના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને સાયલામાં આવેલી આદર્શ નિવાસી શાળા ના ૨૦ વિદ્યાર્થીઓ મળી ૯૦ વિધાર્થીઓએ આ ઉત્સવમાં ભાગ લીધેલ હતો.આ યોજાયેલ રમતોત્સવમાં રોટરી કલબના સભ્યો દ્વારા બાળકોની ક્ષમતાને ધ્યાને રાખી અલગ-અલગ રમતો જેવી કે લીંબુ ચમચી, સંગીત ખુરશી ,બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવેલ હતી. ં જીવન સ્મૃતિ સંસ્થાના વ્યવસ્થાપક એ જણાવેલ કે ૧૯૯૩ માં માત્ર ૫ બાળકોથી શરુ થયેલ આ સંસ્થામાં હાલમાં ૫૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્ત્િ।ઓ જેવી કે ફાઈલ બનાવી, મીણબત્ત્।ી -કોડીયા બનાવવા ,ઢીંગલી બનાવા સહિતની વિવિધ પ્રવૃત્ત્િ।ઓની ટ્રેનિંગ વિના મૂલ્યે આપવામાં આવે છે તેમજ આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કસરત ના સાધનો નો અભાવ છે જો સરકાર દ્વારા સાધનો પૂરા પાડવામાં આવે તો તેમની અપંગતા ઓછી થાય તેમ જણાવેલ હતું.

(11:33 am IST)