Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દ્વારકા પાસે મુખ્ય રાજમાર્ગ અને આંતરીક માર્ગો ખુલ્લા કરવા ખેડૂતોની માંગણી

દ્વારકા, તા. ર૦ : એસ.પી.એલ. ઘડી ડીટરર્જન્ટ કંપનીનો ખેડૂતો સાથે સંઘર્ષ દિન પ્રતિદિન વધવા લાગ્યો છે. સતત કંપની અને ખેડૂતો વચ્ચે થઇ રહેલા વિવાદથી ઘડી કંપની વિરૂદ્ધ સ્થાનિક ખેડૂત સહિત હવે આસપાસના સ્થાનિકોમાં પણ હવે રોષ વધવા લાગ્યો છે.

આ વિવાદના લીધે કંપનીનો પ્રોજેકટ પણ લંબાઇ રહ્યો હોવાનું જાણકારો માની રહ્યા છે તો સામે ખેડુતો સાથે આવી રીતે સંઘર્ષ અને વિવાદ કરતા કંપનીની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા થયા છે. ખેડૂતોએ તંત્રને ત્યાં સુધી જણાવી દીધું કે જો ન્યાય નહીં મળે તો ખેડુતો જમીન મામલે પીછેહઠ નહીં કરે પોતે જ રૂરી પડશે તો આંદોલનના માર્ગે પણ થશે.

પ્રોજેકટમાં અડચણ આવતી હોઇ કંપની પણ હાલ સમય મર્યાદાથી વધારે સમય ખેંચી ચૂકી છે તો ખેડૂતો ઉપર થયેલ હુમલા અને ફરીયાદોના ઘા ખેડૂતો પણ ભૂલાવી નથી શકયા ત્યારે ખેડુતો પણ ઉગ્રરૂપમાં જોવા મળી રહ્યા છે અને તેમની માંગ છે કે જૂના નકશા મુજબના તમામ એ રસ્તા તથા સરકારી રાજમાર્ગ કંપની દ્વારા ખુલ્લા કરવાની માંગ ખેડુતો કરી રહ્યા છે અને જરૂર પડયે આંદોલન પણ ખેડુતો દ્વારા કરવામાં આવશે.

(11:26 am IST)