Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ભાવનગરમાં જુગાર રમતા સાત ઝડપાયા

ભાવનગર તા. ર૦: ભાવનગર ૧પ૦ ફુટ રીંગ રોડ બાલ યોગીનગર પાછળ, કલ્યાણનગર પ્લોટ નં. ર૭ની ખુલ્લી જગ્યામાં બાવળની કાટમાં રેઇડ કરતાં જુગાર રમતાં રોકડ રૂ. ર૭,ર૪૦/- મોબાઇલ નંગ-પ કિં. રૂ. ૬,૦૦૦/- મળી કુલ રૂ. ૩૩,ર૪૦/-નો મુદામાલ સાથે પકડાય ગયેલ. જે વિરુધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ.

(૧) વિરમદેવસિંહ ઉર્ફે પ્રતાપસિંહ ડોડિયા ઉ.વ. ર૬ રહે. બાળયોગીનગર કલ્યાણ સો.સા. (ર) રણજીતભાઇ કેશુભાઇ મકવાણા ઉ.વ. પ૩ રહે. માલધારી સો.સા. (૩) પ્રવિણભાઇ લાલુભાઇ દેસાઇ ઉ.વ.૩૯ રહે. રાધેશ્યામ પાર્ક તળાજા રોડ (૪) અરવિંદસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ. ૪ર રહે. રેખા સો.સા. સિદસર રોડ (પ) સુરેશકુમાર લધારામ વિશવાની ઉ.વ. ૪૯ રહે. રસાલા કેમ્પ, (૬) કિરીટભાઇ કનુભાઇ ચૌહાણ ઉ.વ. ૩પ રહે. પ૦ વારીયા સરદારનગર, (૭) કિશોરભાઇ કૃપાસશંકર બધેકા ઉ.વ. ૬૧ રહે. અમીધારા સો.સા. ને પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ. ડી. એમ. મિશ્રા તથા પો. સબ ઇન્સ. એન. જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ રાયજાદા, ચંદ્રસિંહ વાળા, વીઠલભાઇ બારૈયા, ભયપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:25 am IST)