Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઉપલેટામાં મધરાતે દરોડો જુગાર રમતા ૧૧ ઝડપાયા

ઉપલેટા, તા. ર૦ : અહીંના તાજેતરમાં આવેલા કડક પી.આઇ. પટેલને મળેલી બાતમીના આધારે ગઇકાલે રાત્રે ૧:૩૦ વાગ્યે કુતુબખાના પાસે આવેલા અજીમ ટાવરમાં રહેણાંક મકાનમાં અનીર હાજી, એમ. ઇમ્તીયાઝ, અકબર મકડી, ઇશોદ ઇસ્માઇલ, અલ્તાફ અજીજ, સૈયદ હયાત, જાવેદ બાબુલ, અકીલ બિલાલ, સહિતનાઓને જુગાર રમતા રૂ. રર૩પ૦૦/-ની રોકડ તેમજ ૯ મોબાઇલ સહિત કુલ રૂપિયા બે લાખ સીતેર હજારના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કરેલ છે. આ દરોડાથી મુસ્લીમ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે.

ગણોદમાં દારૂ પકડાયો

ગઇકાલે પી.આઇ. એન.કે. વ્યાસને મળેલી બાતમીના આધારે ડી-સ્ટાફના ગોવિંદભાઇ, કૌશીકભાઇ, વિશાલભાઇ, લગધીરસિંહ અને યુવાજસિંહ વિગેરેએ સાથે મળી તાલુકાના ગણોદ ગામે દરોડો પાડી દિનેશ રવજી દેગામાને દેશી દારૂ બનાવવાના ૭૦ લીટર આથા સાથે પકડી પાડી કાયદેસર કરેલ છે.

(11:24 am IST)