Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જામનગરમાં 'વ્હોરાનો હજીરો' અને શ્રી બાલા હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

પ્રથમ અને બીજી તસ્વીરમાં વ્હોરાનો હજીરો અને ત્રીજી તસ્વીરમાં શ્રી બાલા હનુમાનજી મંદિર બંધની જાહેરાત કરતા હોદ્દેદારો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૨૦ : 'કોરોના' વાઇરસને પ્રસરતો અટકાવવા માટે અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે જુદા-જુદા ધાર્મિક સ્થાનો, પણ ભાવિકો માટે બંધ કરવામાં આવેલ છે.

જામનગરમાં વ્હોરા સમાજના આસ્થાના પ્રતિક 'વ્હોરાનો હજીરો' પણ ૩૧મી સુધી બંધ રાખવામાં આવેલ છે અને પ્રવાસીઓ તથા ભાવિકોને દર્શન માટે ન આવવા સોશ્યલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત શ્રી બાલા હનુમાનજી મંદિર પણ ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે. અહીં અખંડ રામધુન પણ દરરોજ માત્ર પાંચ ભાવિકો શ્રી રામ ધુનનું ગાયન કરશે અને આરતી પણ સંક્ષિપ્તમાં કરાશે તેમ શ્રી બાલા હનુમાનજી મંદિર તથા સંકિર્તન મંદિર દ્વારા જણાવાયું છે.

(12:54 pm IST)