Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ભાયાવદરના ખીરસરાની સીમમાં ઘોડીપાસાની કલબ ઉપર એલસીબી ત્રાટકીઃ નવ પકડાયા'ને છ જુગારી છનન

રાજકોટના જંગલેશ્વરના અલીમામદ ગોગડી અને તનવીર સીસાંગીયા, ખીરસરાના યુનુસ નોઈડા સાથે મળી કલબ ચાલુ કરી'તીઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી જુગારીઓ આવતા'તાઃ રોકડા ૨.૮૦ રૂ. સહિત ૪.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ જુગારીઓ અને કબ્જે કરાયેલ વાહનો નજરે પડે છે

રાજકોટ, તા. ૨૦ :. ભાયાવદરના ખીરસરા ગામની સીમમાં ધમધમતી ઘોડીપાસાની કલબ ઉપર રૂરલ ક્રાઈમ બ્રાંચે રેઈડ કરી જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે ૬ શખ્સો નાસી છૂટયા હતા. રાજકોટના જંગલેશ્વરના બે શખ્સોએ ખીરસરાના શખ્સ સાથે મળી આ કલબ ચાલુ કરી હતી અને સૌરાષ્ટ્રભરમાંથી જુગારીઓ રમવા માટે આવતા હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરતા રૂરલ ક્રાઈમ બ્રાંચના પો. ઈન્સ. એમ.એન. રાણાની રાહબરી હેઠળ પો. કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા પો. હેડ કોન્સ. અનિલભાઈ ગુજરાતીને મળેલ હકીકત આધારે ઈનુશભાઈ મોતીભાઈ નોઈડા રહે. ખીરસરા ગામ તા. ઉપલેટાની ભાયાવદર પો.સ્ટે. વિસ્તાર હેઠળ આવેલ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામની સીમમાં આવેલ વાડી પાસે મરઘા ઉછેર કેન્દ્ર માટે બનાવેલ ઢાળીયામાં ઘોડીપાસની કલબ પર રેઈડ કરી જુગાર રમતા (૧) ઈનુશ મોતીભાઈ નોઈડા રહે. ખીરસરા, તા. ઉપલેટા, (૨) વિરેન્દ્રસિંહ કાળુભા જાડેજા રહે.ખંઢેરા, તા. કાલાવડ, (૩) રાજેશ બચુભાઈ મકવાણા રહે. રાજકોટ મોરબી રોડ, ગણેશનગર-૪, (૪) રાજેશ આંબાભાઈ ગડારા રહે. ટંકારા, લક્ષ્મીનગર સોસાયટી, (૫) છત્રપાલસિંહ ગુમાનસિંહ જાડેજા રહે. ખંઢેરા, તા. કાલાવડ, (૬) અશોક ઓરચંદભાઈ વિધાણી રહે. રાજકોટ જંકશન પ્લોટ, સીંધી કોલોની, (૭) રમેશ ઈશ્વરભાઈ ગોસાઈ રહે. વિરનગર, બસ સ્ટેશન પાસે, (૮) પરેશ ગોવિંદભાઈ હીરપરા રહે. રાજકોટ, સંત કબીર રોડ પટેલવાડી પાસે તથા (૯) સુરેશ ગીગાભાઈ ભાયાણી રહે. વિરનગર, બસ સ્ટેશન પાસે તા. જસદણને ઝડપી લીધા હતા.

જ્યારે આ રેઈડ દરમિયાન (૧) અલીમામદ હાજીભાઈ ગોગડા રહે. રાજકોટ જંગલેશ્વર, (૨) તનવીર રફીકભાઈ શીશાંગીયા રહે. રાજકોટ જંગલેશ્વર, (૩) રામ ઉર્ફે વિરાભાઈ રબારી રહે. ભાડેર તા. ધોરાજી, જી. રાજકોટ, (૪) ઈમ્તીયાઝ ઉર્ફે હિતો રહે. રાજકોટ (૫) પરીક્ષીતસિંહ જાડેજા રહે. કાલાવડ તથા (૬) રસુલ રહે. હરીપર (મેવાસા) તા. કાલાવડ નામના શખ્સો નાસી છૂટયા હતા.

રૂરલ ક્રાઈમ બ્રાંચે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૨,૮૦,૪૦૦, ઘોડી પાસા નંગ ૨, ૧૦ મોબાઈલ ફોન કિં. રૂ. ૪૨,૦૦૦, ત્રણ વાહનો કિં. રૂ. ૧,૬૦,૦૦૦ તથા ગાદલા - પાથરણુ કિં. રૂ. ૭૦૦ મળી કુલ કિં. રૂ. ૪,૮૩,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામને ભાયાવદર પોલીસના હવાલે કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાસી છૂટેલ રાજકોટના જંગલેશ્વરમા રહેતો અલીમામદ અને તનવીરને ખીરસરાના યુનુસ નોઈડા સાથે મળી ઘોડીપાસાની કલબ ચાલુ કરી હતી. રાજકોટના બન્ને શખ્સો સૌરાષ્ટ્રભરમાંથી જુગારીઓને રમવા માટે બોલાવતા હતા. પોલીસે નાસી છૂટેલ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(11:52 am IST)