Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઉપલેટા તાલુકામાં રૂ.૩૮પના ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવા કિશાનસભાની માંગણી

ઉપલેટા, તા., ર૦: ચાલુ સાલે પુરતા વરસાદથી ભાદર ૧ અને ર મોજ ડેમ વેણુને ડેમ પુરેપુરા ભરાયા હતા ખેડુતોને પાકમાં થયેલ અતિ વરસાદ અને વરસાદથી નુકશાન થયેલ ત્યારે રવી પાર્કમાં સારૂ વળતર મળશે ેતવી આશાએ ઘઉ ચણા જીરૂ ધાણા જેવા પાકોનું મોટા પ્રમાણમા઼ વાવેતર થયેલ ઉપલેટા તાલુકામાં ખેડુતોએ  ઘઉનું પુષ્કળ વાવેતર કરેલ છે આ ઘઉનો પાક તૈયાર થઇ ગયેલ છે અને ઘઉની કાપણી પણ શરૂ થઇ ગયેલ છે ખેડુતોએ સરકારની ઘઉની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવેલ છે. જેટલા ખેડુતોને ઓનલાઇન ઘઉ ખરીદી માટે ટોકન ફાળવવામાં આવેલ છે જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે પરંતુ ઘઉ ખરીદી શરૂ થયેલ નથી આથી જરૂરીયાતમંદ અને નાના ખેડુતોને ટેકાના ભાવે થતી ખરીદીના લાભથી વંચીત રહેશે તેવો ભય સતાવી રહયો છે. આ ખેડુતોના ઘઉ ખરીદ થાય તે અંગે ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા અને પ્રતિનિધિ મંડળે ઘઉ ખરીદીની જવાબદારી સંભાળવા પુરવઠા નિગમના અધિકારી ચાવડાને મળી રજુઆત કરેલ કે ઘઉની ટેકાના ભાવે ખરીદીના વિલંબથી ખેડુતોને ખુલ્લા બજારમાં મજબુર થવુ પડે છે અને ખુલ્લા બજારમાં ઘઉના ભાવ ૩૧૦ થી ૩૨૦ મળી રહયા છે આથી ખેડુતો ઘઉના વેચાણમાં નુકશાની કરી રહયા છે. મોંઘા ખાતર બિયારણ અને માથેથી ખર્ચાઓ કરી ઉત્પાદન કરેલા ઘઉની ખરીદી ટેકાના ભાવ રૂ. ૩૮પ થી વહેલી તકે શરૂ કરવા ઉગ્ર માંગ કરી છે.

(11:48 am IST)