Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વાંકાનેરમાં કોરોના સામે તકેદારી : જાહેરમાં ખાણી-પીણી-નોનવેજનું વેચાણ ન કરવા આદેશ

જાહેરમાં થુંકનારને રૂ.પ૦૦નો દંડ ફટકારાયો : પાલિકા તંત્રની કાર્યવાહી

સમગ્ર ભારતમાં કોરોના વાયરસને પગલે સરકારશ્રી દ્વારા તકેદારીના ભાગ રૂપે ઘણા નિયમો જારી કરાયા છે. સાથે સાથે ગુજરાત રાજય સરકાર દ્વારા પણ આ કોરોના વાયરસની માહમારીમાં લોકોમાં જાગૃતિ સાથે શાળાઓ-મોલ-સીનેમાઘરો, મંદીરોમાં ભીડ થતાં ક્ષેત્ર અને જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

ગામે-ગામ જાગૃતિ અને જરૂરી પગલા ભરવા સરકારશ્રીના આદેશને પગલે વાંકાનેર નગરપાલિકા દ્વારા પણ કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે અને આજે શહેરમાં પાલિકા સ્ટાફે ચેકીંગ કામગીરી હાથ ધરી જાહેરમાં થૂંકવા બદલ એક વ્યકિત પાસેથી રૂ.પ૦૦નો દંડ વસુલ કર્યો છે.

આ ઉપરાંત ચીફ ઓફીસરશ્રી જાહેર કરેલા આદેશ મુજબ શહેરમાં જાહેરમાં રસ્તા ઉપર ખાણી-પીણીની વસ્તુઓ વહેચતા ફેરીયાઓને કોરોના વાઇરસની મહામારીને ફેલાતી રોકવા માટે કોઇ પણ જાતની ખાણ-પીણીની વસ્તુો વહેચવી નહીં અને જો કોઇ આવી વસ્તુઓ વહેચતા પકડાશે તો તેનો માલ સામાન જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.

(11:46 am IST)