Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પુત્રીને જન્મ આપતા ઓખાના ભગતભા માણેકને ૧૦ વર્ષની કેદ

ખંભાળીયા, તા. ૧૯ :  ઓખામાં દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પુત્રીને જન્મ આપતા ઓખાના ભગતભા ઉર્ફે પૃથ્વી નાગુભા માણેકનો દ્વારકાની સ્પે. પોકસો કોર્ટે ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે.

 આ કેસની હકીકત એવી છે કે, ઓખાની ૧૫ વર્ષની  સગીરા ભગતભા ઉર્ફે પૃથ્વી નાગુભા માણેક રે.ઓખાવાળો ભોગબનનારની  એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચાર્યુ હતું. આ વાત કોઈને કહીશતો તારા ભાઈઓને મારી નાખીશ તેવી  ઘમકી આપેલ અને જતો રહેલ ત્યાર બાદ પણ અવાર-નવાર ભોગબનનારની એકલતાનો લાભ લાઇ  તેમજ બદનામ કરવાની ઘમકી આપી ભોગબનનારને ગર્ભ રહેલ અને જેની જાણ ભોગબનનારની માતાને થતાં  ભોગબનનાર વિશ્વાસમાં લઈ પૂછાતા સમગ્ર ઘટના ભોગબનનારએ તેની માતાને કહેલ તેની ફરિયાદી  કુરિયાદ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં કરાયા બાદ તપાસ કરવામાં આવેલ તપાસ દરમ્યાન બાળકીને જન્મ આપેલ.

બનાવ અંગે આરોપી તથા    ભોગ બનનારના નિયત નમૂનાઓ લઇ એફએસએલ કચેરી રાજકોટ તથા ડીએનએ ટેસ્ટ માટે ભોગ બનનાર  જન્મેળ બાળકી તથા આરોપીના ડીએનએ સ્ટ્રેટ માટે નિયત નમૂના મેળવી એફએસએલ કચેરી ગાંધીનગર  મોકલી વૈજ્ઞાનિક પુરાવા મેળવી નામદાર સેસન્સ કોર્ટ ખંભાળીયામાં ચાર્જ કરવામાં આવેલ અને ખંભાળીયા એડી.સેસન્સ જ્જ  એ.એમ.શેખ સાહેબની કોર્ટમાં સ્પે.પોકસો કેસ નં.૧૩/૧૭ થી ચલાવા પર આવેલ અને ર૪ સાહેદોને તપાસમાં હતા.

ફરીયાદીએ પ્રોસિકયુશન કેસને  સમર્થન આપેલ નહીં, પરંતુ એફએસએલ કચેરીના પૃથ્થકરણ અહેવાલો તથા સરકારી સાહેદોની જુબાની  તેમજ જિલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર. ચાવડાની દલીલોને ધ્યાને રાખી એડી.સેસન્સ જજ એ.એમ.શેખએ આરોપી ભગતભા ઉર્ફે પૃથ્વી નાગુભા માણેકને તા.૧૮/૦૩/૨૦૨૦ ના રોજ  આરોપીને આઇપીસી કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ જો દંડ ન  ભરે તો ૩ માસની સાદી કેદની સજા તેમજ સ્પે.પોકસો એકટની કલમ ૬ હેઠળ ૧૦ વર્ષની કેદની સજા  રૂ.૧૦૦૦/- દંડ જો દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

(11:45 am IST)