Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટઃ અમરેલીમાં ઝાકળવર્ષા

લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઉનાળા જેવો માહોલ જામ્યો

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઉનાળાનો માહોલ બરાબરનો જામવા લાગ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

સવારે અને બપોરે લઘુતમ તથા મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીના બદલે ગરમીની આખો દિવસ અસર રહે છે.

બપોરના સમયે ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે.

શિયાળાની વિદાય બાદ ધીમે ધીમે હવે ઉનાળાની અસર વર્તાવા લાગી છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ શહેર અને જીલ્લામાં આજે વહેલી સવારથી સવારના ૮.૩૦ વાગ્યા સુધી જોરદાર ઝાકળવર્ષા થઈ હતી. ઉનાળાના આકરા તાપ બાદ આજે સવારે અચાનક ઝાકળવર્ષા થઈ હતી જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનુ હવામાન ૩૩.૫ મહત્તમ, ૧૧.૪ લઘુતમ, ૫૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:40 am IST)