Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

લીંબડીમાં ૬ બૂકાની ધારી તસ્કરોનો તરખાટ

વેપારીએ ફૂટેજ આપ્યા છતાં ફરીયાદ ન નોંધાઇ

વઢવાણ, તા. ર૦: આ ઘટનાની શાહી પણ સુકાઈ નથી ત્યાં તો લીંબડી ભલગામડા ગેટ પાસે આવેલી વાલ્મીકીનગર-૨ સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી હતી. વાલ્મીકીનગરમાં રહેતા મયુરભાઈ વિનોદભાઈ અને શિતલબેન ભરતભાઈના મકાનના નકુચા તોડી ૧૧,૫૦૦ રૂ. રોકડ અને ચાંદીની ચોરી કરી પોલીસને પડકાર ફેંકી ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે. ભોગ બનનાર મકાન માલિકોએ આ અંગે લીંબડી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ દ્યટનાસ્થળે પહોંચી ત્યારે મકાન માલિકે સીસીટીવી કેમેરાના ફૂટેજો સોંપ્યા હતા. સીસીટીવીમાં ૬ જેટલા બુકાનીધારી શખ્સો નજરે પડી રહ્યાં છે. પોલીસે કાગળ પર અરજી લઈ તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપી દીધાં છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો બે-ત્રણ દિવસમાં તસ્કરો નહીં ઝડપાય તો પોલીસ સ્ટેશનનો દ્યેરાવો કરવા જઈશું. તેમ મયુરભાઈ (ભોગ બનનાર) એ જણાયું છે જયારે

બેથી અઢી વાગ્યા વચ્ચે ચોર ગેંગ આવી હતી. મારા દ્યરેથી ૧,૫૦૦ રૂપિયાની ચોરી થઈ છે. બાજુના મકાનમાં તો તિજોરી તોડી દ્યરવખરી વેરવિખેર કરી નાખી છે. અમે જાણ પણ કરી પરંતુ પોલીસ એકવાર  અમારે ત્યાં આવી છે. તેમ શિતલબેન (ભોગ બનનાર)એ કહ્યું છે.

(1:02 pm IST)