Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પાટડીના છેવાડાના ગામોમાં પાણીની કપરી સમસ્યા એક માસમાં ફકત એક ટેન્કર પીવાનું પાણી અગરીઆઓને મળે છે

વઢવાણ,તા.૨૦: સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે નદી ચેકડેમો અમે કેનાલોમાં પાણીની ખૂબ સારી આવક થઇ છે ત્યારે ખાસ કરી જિલ્લાના છેવાડાના ગામોમાં શિયાળો હાલ પૂર્ણ થવાના આરે છે ત્યારે જિલ્લાના છેવાડાના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ખાસ કરીને ચોટીલા પાટડી ધાંગધ્રાના અનેક ગામોમાં શિયાળાના અંત થી પીવાના પાણીની ખૂબ સમસ્યા છે.

પાટડીમાં ખારાઘોઢા રણમાં છેલ્લા બે દાયકાથી અને તેનાથી વધુ સમય થી પીવાના પાણીની વિકટ સમસ્યા છે ત્યારે ખાસ કરી આ વિસ્તારમાં અગરિયાઓ રણમાં મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આના વર્ગના લોકોને વેચાતું પાણી લઈ શકે તેવી કોઈપણ જાતની પરિસ્થિતિ નથી ત્યારે આ લોકોને એક માસમાં એક જ ટેન્કર પીવાનું પાણી મળી રહ્યું છે.

આ વિસ્તારમાં પણ ગત વર્ષે સારો વરસાદ પડયો છે અને રણમાં ખૂબ પાણી આવ્યું છે પણ આ પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી તેનું કારણ છે કે રણમાં આવતું પાણી ખારું પાણી છે અને આ માત્ર મીઠું પકવવામાં જ ઉપયોગમાં આવે એવું પાણી છે અને જો આ અગરીઆઓ વાપરે તો ચામડીના રોગો થવાની શકયતા છે ત્યારે હાલમાં પણ એક સર્વે મુજબ ૭૨% અગરિયાઓને ચામડીના નાના મોટા રોગો છે ત્યારે અગરિયાઓ આ પાણી ઘર વપરાશમાં નહીં લઈ શકતા હોય તો પીવા માટે તો કયાંથી આ પાણીનો ઉપયોગ થાય.

ત્યારે આ અગરીઆઓ ને હાલ ૨૫ દિવસે એક પાણી નું ટ્રેનકર મળે છે.ત્યારે રણ મા પચીસ દિવસ થી પીવાનું પાણી નથી અને પાણી ભરવા કુડા-નિમકનગર સુધી જવું પડે છે તેવી ગમ્ભીર ફરિયાદ સાથે ઘણા અગરિયાઓ મામલતદાર કચેરી એ આવ્યા હતાં અને આવેદન પત્ર પણ આપ્યું હતું. અગરિયાઓ કહેતા હતાં કે પાણીની વિકટ પરિસ્થિતિ છે. જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ ભાઇ પણ આવી પહોંચ્યા હતાં અને પાણી પુરવઠાના અધિકારીને ફોન કરતા તેમને પણ સ્થિતિ ખરાબ હોવાનું કબુલ્યું હતું. આવતા અઠવાડિયે અગરિયાઓ ને પાણી પ્રશ્ન ગાંધીનગર દિલીપ ભાઇ લઇ જશે અને કાયમી ઉકેલ માટે કંઈક કરીશુ તેવી હૈયા ધારણા મળી છે. અગરિયા ઓ કહેતા હતાં કે ૨૫ દિવસે પણ ૧. વખત પીવા પાણી નથી મળતું.

આગામી સમયમાં આ અગરીઆઓના પાણી પ્રશ્નનો વિકટ અંત આવે તેવી આશા હાલ અગરીઆઓ રાખીને બેઠા છે.

(12:58 pm IST)