Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ધ્રોલના કાતડામાં પાણીની કુંડીમાં પડી જતાં ૧૧ માસના અરવિંદનું મોત

મુળ મધ્યપ્રદેશના મજૂર દંપતિએ લાડકવાયો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૦: ધ્રોલના કાતડા ગામે હસમુખભાઇ વશરામભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના દંપતિનો ૧૧ માસનો પુત્ર રમતો-રમતો પાણીની કુંડીમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું છે.

પ્રકાશભાઇ ડાવરનો પુત્ર અરવિંદ (ઉ.૧૧ માસ) ગઇકાલે વાડીમાં રમતો-રમતો પાણી ભરેલી કુંડીમાં પડી ગયો હતો. માતા-પિતાનું ધ્યાન પડતાં બહાર કાઢી પડધરી હોસ્પિટલમાં અને ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી પડધરી પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. માતા-પિતા મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ ગયા હતાં.

(11:36 am IST)