Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જામનગરમાં ટ્રક-બાઇક અકસ્માતમાં આધેડનું મોત : એક ગંભીર :ટ્રક પર ટોળાનો પથ્થરમારો

પોલીસે ટોળું વિખેરી મામલો થાળે પાડ્યો : પવનચક્કી વિસ્તારથી હર્ષદમીલની ચાલી નજીક અકસ્માત

જામનગરમાં પવનચક્કી વિસ્તારથી હર્ષદમીલની ચાલી નજીક બપોરે ટ્રક અને બાઇક વચ્ચે જીવલેણ અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ભીમજીભાઇ ટપુભાઇ રાઠોડ (ઉ.વ.53) જે હર્ષદમીલની ચાલી મહાવીરનગર વિસ્તારમાં રહેતા હતાં. જેમનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. આ ટક્કરના કારણે સ્થાનિકોએ ટ્રક ઉપર પથ્થરમારો કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળું વિખેરી મામલો થાળે પાડ્યો હતો.આ અકસ્માતમાં કલ્પિત રમેશભાઈ વાધેલા (ઉ,વ, 19 ) ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં છે આખા શરીરે ઇજા થયેલ છે અને સારવારમાં છે

(10:37 pm IST)