Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

તમામ ડીફોલ્ટરો સામે કાર્યવાહી

ગાંધીધામ-જામનગરમાં GSTના ૯ સ્થળે દરોડા

સર્વીસ સેન્ટર-આર્યન એન્ડ સ્ટીલ-શીપીંગ-કોટન-કેમીકલની ૯ પેઢી ઝપટે

રાજકોટ, તા.ર૦ : રાજકોટ જીએસટી તંત્રે ફરી ડીફોલ્ટરોને ઝપટે લીધા છે. છેલ્લા ૬ મહીનાથી પત્રક અને ચલણ નહીં ભરનાર ઉપર આજે સવારથી દરોડાનો દોર શરૂ કરાયો છે.

જેમાં ગાંધીધામના ૮ અને જામનગરના એક ડીફોલ્ટરનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સર્વીસ સેન્ટર, આર્યન એન્ડ સ્ટીલ, શીપીંગ, કોટન, કેમીકલના ૯ વેપારીઓને ઝપટે લેવાયા છે. રાા થી ૩ કરોડની વેરાકીય જવાબદારી મળી આવવાની શકયતા છે. (૮.૧૯)

 

(4:22 pm IST)