Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જુનાગઢને કરાટે સ્પર્ધામાં ૧ ગોલ્ડ, ર-બોન્ઝ, મેડલ મળ્યા

જુનાગઢ તા ૨૦ : કરાટે એસોસીએશન ઓફ ફેડરેશન ઇન્ડિયા (ભારત સરકાર) કરાટે ડો ફેડેશન - ગુજરાત (ગુજરાત સરકાર માન્ય) દ્વારા આણંદ ખાતે ગુજરાત રાજય કરાટે ચેમ્પીયનશીપ યોજાયેલ હતી. આ સ્પર્ધામાં ૮૮૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વર્લ્ડ કરાટે ફેડરેશનનામેમ્બર તથા કરાટે એસોસીએશન ઓફ ઇન્ડીયાના ઉપપ્રમુખ આદરણીય શ્રી ભરત શર્મા  તથા કરાટે ડો ફેડરેશન - ગુજરાતના પ્રમુખશ્રી વિજય ભટ્ટ તથા જનરલ સેક્રેટરી શ્રી કલ્પેશ મકવાણા તથા આર.સી. ચેરમેન શ્રી રાજેશ અગ્રવાલ ઉપસ્થિતરહ્યા હતો.

સ્પર્ધાનું ઉદ્ઘાટ  શ્રી ભરત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રસાકસી ભરી કરાટે  સ્પર્ધામાં  જુનાગઢના  શુબુકાઇ શિતોર્યુનાં ખેલાડીઓઅ  ેભાગ લીધો હતો અને શ્રી આનંદ જીવાણી, ગોલ્ડ મેડલ,  બ્રોન્ઝ મેડલ તથા શ્રી આયુષ ઝાલા બોન્ઝ બેડલ મેળવી જુનાગઢનું ગોૈરવ વધાર્યુ હતું.

વિજેતા ખેલાડીઓને કરાટેની તાલીમ સિહાન વિજય ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.  (૩.૪)

 

(3:29 pm IST)