Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

લાયન્સ કલબ જુનાગઢ - રૂદ્રાક્ષના દ્વારા શહિદ દેશભકિતના ગીત દ્વારા અપાયેલ શ્રધ્ધાંજલી

લાયન્સ કલબ જુનાગઢ રૂદ્રાક્ષ દ્વારા સર્વોદય બ્લડ બેંક અને હાર્મોની ફેમીલી કલબના સંયુકત ઉપક્રમે દેશભબ્કિત ગીતના કાર્યક્રમ દ્વારા શહિદોની શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં લાયન્સ કલબ જુનાગઢ રૂદ્બાક્ષના પ્રમુખ લાયન પારસ પાનસુરીયા, મેયર આદ્યશકિતબેન મજમુદાર, પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ તમામ લાયન મેમ્બરો તથા જુનાગઢની જનતાએ પણ બહોળી સંખ્યામાં હાજર રહી શ્રધ્ધાંજલી આપી હતી. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ કલબ જુનાગઢ રૂદ્રાક્ષના પ્રમુખ પારસ પાનસુરીયા, લાયન અમીતભાઇ ચરડવા, લાયન જયદીપભાઇ ખુંટ, લાયન જિજ્ઞેશ પોલરા, લાયન ડો. ચિરાગ પાનસુરીયા, લાયન અશ્વિનભાઇ ઉસદડ, લાયન મહેશભાઇ ઉપાધ્યાય તથા અન્ય લાયન મેમ્બરોએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.

 

(12:08 pm IST)