Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગોંડલની લાપતા બાવાજી યુવતી અંગે ઘૂંટાતુ રહસ્ય

મુળ જુનાગઢની અને હાલ ગોંડલ સ્થિત ૮ દિ'ની ગૂમ આરતી ગોસ્વામીના બે લગ્ન થયા છે : પુલ નીચેથી મોબાઇલ મળતા યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજારી પતાવી દેવાયાની વેગ પકડતી ચર્ચા : એલસીબી અને એસઓજી તપાસમાં ઝુકાવ્યું : યુવતી સાથે ફરનાર અને સંપર્ક કરનાર અડધો ડઝન શખ્સોની પુછપાછ : પણ કોઇ નક્કર કડી મળતી નથી : તપાસ માટે એલસીબી અને એસઓજીની બે ટીમો બનાવાઇ : રૂરલ એસ.પી. બલરામ મીણા

ગોંડલ, તા. ર૧ :  ગોંડલ નાં સરકારી હોસ્પિટલ સામે નદીનાં ખાડાં માં રહેતી બાવાજી યુવતી ગુમ થયાં બાદ તેની કોઈ ભાળ મળી નાં હોય ગોંડલ માં આ યુવતીની હત્યા થયાં નું ચોરેને ચૌટે ચચાઁઇ રહ્યુ છે.ગુમ થનાર યુવતિ વિવાદી વ્યકિતત્વ ધરાવતી હોવાની પણ ચચાઁ છે.પોલીસે પણ ગુપ્ત રાહે તપાસ ગતિમાન કરી છે.પણ હવાં માં ઓગાળી ગયેલ યુવતી અંગે કોઈ નકકર વિગતો મળી નથી.ત્યારે ગુમસુધા યુવતીઙ્ગ અંગે નું રહસ્ય દ્યેરું બન્યું છે.

સરકારી હોસ્પિટલ સામે નદીનાં ખાડાં માં રહેતી આરતી રાજુભાઈ ગૌસ્વામી ગુમ થતાં તેનાં ભાઇ પરેશે ગત તા.૧૨ નાં સીટી પોલીસ માં ગુમસુધા દજઁ કરી હતી.

સીટી પોલીસને નદીનાં પુલ નિચે બાવળ પાસેથી આરતી નો મોબાઈલ મળી આવ્યો હતો. આરતી જુગાર રમવાની શોખીન હોય તેની સાથે જુગાર રમતાં શખ્સો ની પોલીસે શોધ ચલાવી હતી.પરંતુ આ શખ્સો પણ જાણે હવાં માં ઓગાળી ગયાં હોય તેમ મળી આવ્યાં નથી.

શહેરમાં ચચાઁતી વિગતો અનુસાર આ યુવતીને કેટલાંક શખ્સો એ સળગાવી મોતને દ્યાટ ઉતારી છે.જે અંગે ભગવતપરા નાં એક વિસ્તાર તરફ આંગળી ચિંધાઇ રહીછે.કેટલાક શખ્સો આરતી ને રાજસ્થાન તરફ ફરવાં પણ લઇ ગયાં હતાં.બાદમાં ભગવતપરા નાં એક વિસ્તાર માં બે ત્રણ દિવસ રખાયાં ની પણ ચચાઁ છે.ત્યાર બાદ લાપતાં બન્યાં ની વિગતો બોલાઇ રહીછે.

છેલ્લાં બે ત્રણ દિવસ થી એવી વિગતોએ જોર પકડ્યું છે કે યુવતી ઉપર સામુહીક દુષ્કમઁ આચરી મોતને દ્યાટ ઉતારી સળગાવી દેવાઈ છે.આ ચચાઁ ચોરે ને ચૌટે ચાલી રહીછે.

ગુમસુધાં યુવતી ની દ્યેરા રહસ્યમય દ્યટનાં માં કેટલાંક નામચીન શખ્ખોના નામ ચચાઁઇ રહ્યા છે.અગાઉ એક હત્યા માં સંડોવાયેલા શખ્સ નું નામ છાનેખુણે ચચાઁઇ રહ્યુ છે.

લાપતાં બનેલી આરતી મુળ જુનાગઢ ની છે.તેણે બબ્બે લગ્ન કર્યા નું અને એક સંતાન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.ઐયાસી જીવન જીવવા ટેવાયેલી આ યુવતી જુગાર રમવાની ટેવ ધરાવતી હોવાનું અને તેનો ભાઇ અગાઉ લાખોની ચોરી માં જડપાયો હોવાનું પોલીસ વતુઁળો દ્વારા જણાવ્યું હતું. જીલ્લા પોલીસ ની એક ટીમ ગુમસુધા યુવતી અંગે નું રહસ્ય ભેદવા મથી રહી છે.

ગોંડલ માં કેટલીક હત્યાઓ ની દ્યટનાઓ રહસ્ય નાં આંટા પાટા વચ્ચે અટવાતી રહીછે.એક સમયે નાયબ મામલતદાર નું અપહરણ અને હત્યા પણ એ પૈકી ગણી શકાય.એ દ્યટનાં માં પણ ગુમસુધા થી કહાની શરું થવાં પામી હતી.

ગુમસુધા આરતી નાં બનાવ સાથે ચોરડીદરવાજે અગાઉ દ્યટેલી દ્યટનાનો તાલમેલ પણ ચચાઁ નો વિષય બન્યો છે.

આ ચકચારી બનતી જઇ રહેલ દ્યટનાં અંગે ઘણું બધું દ્યણાં લોકો જાણે છે.પણ બોલવા કોઈ તૈયાર નથી.જે પોલીસ માટે અકળાવતી બાબત છે.

દરમિયાન રૂરલ એસ.પી. બલરામ મીણાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે લાપતા યુવતી અંગે તપાસ હાથ ધરાઇ છે. જે માહિતી મળી છે તેના આધારે ઉડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે. બનાવની તપાસ માટે રૂરલ એલસીબી અને એસ.ઓ.જી.ની બે ટ્રીમો બનાવાઇ છે.

ગુમ થનાર યુવતી સાથે ફરનાર અને સંપર્ક રાખનાર અડધો ડઝન શખ્સોની પુછતાછ હાથ ધરાઇ છે. એક શકદારની પણ પુછતાછ હાથ ધરાઇ છે. પણ પોલીસને કોઇ નક્કર કડી મળતી નથી. (૯.૭)

 

(12:08 pm IST)