Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ભાણવડના આરોગ્ય કર્મચારી મંડળ હડતાલ પર

ભાણવડ તા. ર૦ : પોતાના હકક માટે ના છુટકે આરોગ્ય કર્મચારી મહાસંઘ-ગાંધીનરગના આદેશને પગલે ગત તા. ૧પ/ર/ર૦૧૯ થી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરેલ છે.

આ હડતાલને કારણે આરોગ્ય સેવાઓ પર વિપરીત અસર જોવા મળી રહી છે. આ ક્ષેત્રે જનતાને ભારે હાડમારી પણ વેઠવી પડી રહી છે. જેને પગલે જીલ્લા પંચાયતના ઇનચાર્જ પ્રમુખ પી.એસ.જાડેજાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરેલ છે જેમાં જણાવવામાં આવેલ છે કે, દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કામ કરતા ૩રપ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાતા આરોગ્ય સેવાઓ પર વિપરીત અસર જોવા મળી રહી છે. જીલ્લા ર૬૪ ગામોમાં ર૩ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તથા ૧૬૯ જેટલા પેટા આરોગ્ય કેન્દ્રોમાં આપવામાં આવતી સગર્ભા મહિલાઓને રસીકરણ, બાળકોને રસીકરણ, ટીબ.ી., ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલુ તેમજ કલોરીનેશન અને માં વાત્સલ્ય યોજનાઓ સહિતની સેવાઓ ખોરંભાઇ ગયેલ છે.(૬.૧૫)

 

 

(11:47 am IST)