Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઉનામાં નવયુવક કોળી મંડળ દ્વારા સમૂહ લગ્નમાં ૩૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

ઉના, તા. ર૦ : શાહ એચ.ડી. હાઇસ્કૂલના મેદાનમાં નવયુવક કોળી મંડળ ઉના દ્વારા ઉના ન.પા.ના પ્રમુખ કાળુભાઇ રાઠોડ તથા કોળી યુવા આગેવાન કાનજીભાઇ બી. બાંભણીયાના આર્થિક સહયોગથી કોળી નવયુવક મંડળના પ્રમુખવિજયભાઇ કાળુભાઇ રાઠોડ તથા યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઇ કાનજીભાઇ બાંભણીયાના આગેવાની હેઠળ પ્રથમ સમુહ લગ્નોત્સવ ર૪ ને રવિવારે યોજાશે.

કોળી સમાજના ૩૧ નવદંપતિઓ વિધિપૂર્વક લગ્નગ્રંથીએ જોડાશે. પ્રસંગે યોજાયેલ ભોજન સમારોહમાં હજારો કોળી-જ્ઞાતિના ભાઇઓ-બહેનો લાભ લેશે. સમૂહ લગ્નમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા જ્ઞાતિના આગેવાનો પધારી વર-કન્યાઓને આર્શિવાદ આપશે. સમૂહ લગ્ન સમિતિ દ્વારા વર-કન્યાઓને ઘર ઉપયોગી વસ્તુઓ આપી વિદાય કરાશે. (૮.પ)

(11:44 am IST)