Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જુનાગઢમાં ૯મી માર્ચ શ્રમ અદાલત નેશનલ લોક અદાલતનું આયોજન

જુનાગઢ પોલીસ તાલીમ ભવનમાં ગુરૂવારે જુના સામાનની હરરાજી

જૂનાગઢ, તા.૧૯: તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે લોકઅદાલત. ત્વરિત અસરકારક, સંતોષકારક અને સરળ ન્યાય લોકઅદાલત જ આપી શકે, અદાલતમાં ચાલતા કેસોમાં થતા હુકમથી કોઇ એક દ્યરે દીવડો થાય છે જયારે લોકઅદાલતમાં થતા સમાધાનથી બંને પક્ષકારોના દ્યરે દીવડા થાય છે. સમાધાન રાહે નિવેડો આવવાથી સામાજિક સદભાવ સ્થપાય છે અને સંબંધોની સંવાદિતા જળવાઇ રહે છે, ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી અમદાવાદની સુચના મુજબ તા. ૦૯-૦૩-૨૦૧૯ શનીવારનાં રોજ શ્રમ અદાલત જૂનાગઢ ખાતે નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવેલ હોય શ્રમ અદાલતમાં પડતર રહેલ કેસોનો પક્ષકારો વચ્ચે સુમેળ ભર્યા વાતાવરણમાં સમાધાન દ્વારા પોતાના કેસનો સુખદ નિકાલ કરવા માટે જે પક્ષકારો આ નેશનલ લોકઅદાલતમાં તેમના શ્રમ અદાલત જૂનાગઢની અદાલતમાં ચાલતા કેસોમાં સમાધાનરાહે નિકાલ ઇચ્છતા હોય તે પક્ષકારોએ શ્રમ અદાલત જૂનાગઢનો સંપર્ક કરવા ન્યાયધીશશ્રી (એસ.ડી) શ્રમ અદાલત જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.                    

જુનાગઢ સામાનની હરરાજી

જૂનાગઢ, તા.૧૯: પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે બિન ઉપયોગી લાકડા લોખંડ પ્લાસ્ટીક એલ્યુમીનીયમ ઈલેકટ્રીક સ્પેરપાર્ટ્સનો સામાન ભંગાર જાહેર હરાજીથી વેચાણ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ સવારે ૯-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. સામાનનું નિરિક્ષણ અને હરરાજીની શરતો પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે રૂબરૂ જોઇ શકાશે તેમ પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં આચાર્ય અને પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એમ.અનારવાલાએ યાદીમાં જણાવ્યુ છે.(૨૩.૧૧)

(11:41 am IST)