Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પોરબંદરના સત્યનારાયણ મંદિરે શહીદોને અંજલી અર્પવા ભજન સંધ્યા યોજાઇ

પોરબંદર, તા. ર૦ :  ૧૮-ર-૧૯ના સત્યનારાયણ મંદિરે પરીસરમાં ૪ર શહિદોને શ્રધ્ધાંજલી પૂષ્પાંજલી અર્પણ કરવા સાથે દેશભકિતના ગીતો ત્થા ભજનસંધ્યા પ્રોગ્રામ રાખવામાં આવ્યો. ભરતભાઇ માખેચાએ જણાવ્યું કે નગરમાં રહીએ છીએ. ડો. સુરેખાબેન શાહે કહ્યું કે આક્રોશ કે ભાવુક થવા કરતા, ધિરજ, હિંમત અને સંયમ રાખીને સરકાર મજબૂત લેશે જ તેવો વિશ્વાસ રાખવો જરૂરી છે.

ભાનું પ્રકાશ સ્વામીએ પણ જણાવ્યું કે પ્રજા વળતા પગલાની આતુરતાથી રાહ જોઇ રહી છે. પ.પૂ. ગોસ્વામી શ્રી વસંત મહારાજે જણાવ્યું કે અહિંસા પરમોધર્મ ધ્યાન આપણા ધર્મેમાં છે.

ભજન અને દેશભકિતના ગીતોના સમન્વય કરીને પ્રકાશભાઇ રૂપારેલે પ્રોગ્રામનું સંચાલન કર્યુ. સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ, ફડારદડ નંદલાલ શાહ કલ્યાણીનીધી તથા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શહિદોને ફૂલો-શ્રધ્ધાંજલી અર્પણ કરવા મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડયા. ડો. સુરેશ ગાંધી, રમશેભાઇ ઝાલા, ભરતભાઇ રાજાણી શૈલેષભાઇ પરમાર, પ્રો. નરોત્તમભાઇ પલાણ, સુરેશભાઇ સીમરીયા, રમેશભાઇ માખેચા, ચેતનાબેન તિવારી, નીતાબેન વોરા, શીલાબેને માખેચા તરૂબેન વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. (૯.પ)

(11:39 am IST)