Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પવિત્ર આચરણવાળી વ્યકિતના ચરણની પૂજા કરવાથી જીવનનો આંતરિક વિકાસ થાયઃ શાસ્ત્રી કૌશિક ભટ્ટ

બાબરાના વલારડીમાં વઘાસીયા પરિવાર આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત કથાનો ચોથો દિવસ

બાબરા - અમરેલી તા. ૨૦ : બાબરાના વલારડીમાં વઘાસીયા પરિવાર દ્વારા શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહનો આજે ચોથો દિવસ છે.

વ્યાસપીઠ પરથી રાણસીકીના શાસ્ત્રીશ્રી કૌશિકભાઈ ભટ્ટે જણાવ્યું કે, જીવનમાં મુખ્ય પાંચ શકિતઓ પ્રાપ્તકરવાની ઇચ્છા છે. જેમાં પ્રતિકાર શકિત ,તેજસ્વિતા, સંપત્ત્િ।, બુદ્ઘિ, અને આનંદ. આ પાંચ વસ્તુ જીવનમાં પ્રાપ્તિ માટે લૌકિક ઉપાય કરવા છતાં સફળતા ન મળે તો એ પાંચેયના અલૌકિક ઉપાયો છે જેમાં પ્રતિકાર શકિત -દુર્ગા,તેજસ્વિતા- ગાયત્રી, સંપત્ત્િ। -લક્ષ્મી, આનંદ-રાધાની ઉપાસના દેવી ભાગવતમાં વર્ણવી છે. તેમજ પવિત્ર આચરણ વાળી વ્યકિતના ચરણની પૂજા કરવાથી જીવનનો આંતરિક વિકાસ થાય છે. અને મહાભારતમાં પાંડુ કુળ ઉપર ભગવતીની કૃપાની કથા અને વ્યાસ અને શુકદેવજીના દિવ્ય-જન્મ કર્મોની કથાનું અદ્ભૂત વર્ણન કરેલ હતું.

કથામાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બપોરના ૧ઉક્ન—ડજ્રક્ન સુધીમાં આશરે ૧૧૦દ્મક વધુ બોટલો એકત્ર થઈ ગઈ હતી. આ બલ્ડ ડોનેશન કેમ્પ લાયન્સ કલબ ઓફ રોયલ, અમરેલીના સહયોગથી કરવામાં આવ્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી તા. ૨૧, ૨૪ના રોજ યોજાશે.

આ જ્ઞાન યજ્ઞમાં માત્ર આધ્યાત્મિક હેતુ સિદ્ઘ કરવા માટે ના રહેતા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ જ્ઞાન યજ્ઞમાં પરિવારમાંથી ભાર્ગવકુમાર -મેંદરડાથી લાભ લેવા પધારેલ, જેઓનું પરિવાર તરફથી વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. આ યુવાન અંધ હોવા છતાં જે યુવકો સંપુર્ણ હોય તેના કરતાં પણ અદ્ભૂત સિદ્ઘિ પ્રાપ્ત કરેલ છે. જેઓ એ દ્રષ્ટિ હીન હોવાં છતાં તેઓએ BCA સુધી અભ્યાસ કરીને હાલ તેઓ બેંગ્લોર ખાતે જોબ કરી રહયા છે અને તેઓએ જણાવ્યું કે, તેઓ આગામી સમયમાં ઓનલાઇન પ્રોગામીંગ ટ્રેનર તરીકે સેવા બજાવશે.

આ યજ્ઞમાં લાભ લેવા માટે રાધે રાધે થી પ્રખ્યાત જીજ્ઞેશદાદા (ભાગવતાચાર્ય), વસંતભાઈ મોવલિયા (ખોડલધામ ટ્રસ્ટીશ્રી), વી.ડી. વઘાસીયા (રાજકોટ), સુરેશભાઈ દેસાઈ (સંજોગ ન્યુઝ, ડિરેકટરશ્રી), વશરામભાઈ વઘાસિયા (અમરેલી), મનુભાઈ દેસાઈ (ખોડલધામ સમિતિ અમરેલી, પ્રમુખ), મુકેશભાઈ કોરાટ (લાયન્સ કલબ ઓફ રોયલ મંત્રી), ભરતભાઈ પાનસુરીયા (ખોડલધામસમિતિ અમરેલી, સદસ્ય), પ્રભાતભાઈ (જિલ્લા પંચાયત સદસ્ય, અમરેલી), ધીરૂભાઇ વઘાસીયા (વિજપડી, સુરત), પ્રકાશભાઈ વઘાસીયા (જેતપુર), તેમજ પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.

(12:56 pm IST)