Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ભાણવડ પાલીકા પર 'કમળ'નો દબદબો કાયમ

કોંગ્રેસની તમામ ગણતરીઓ ઉંધી વળી ગઇ : ભાજપની ૧૬ સામે કોંગ્રેસ માંડ ૮ બેઠક જીતી શકીઃ વોર્ડ નં.૩માં બીજેપી-અપક્ષ વચ્ચે ટાઇ બાદ ચીઠ્ઠીમાં બીજેપી ફાવી ગયું

ભાણવડ નગરપાલીકામાં જાહેર થયેલ ઉમેદવારોએ તેમના મતવિસ્તારમાં વિજય સરઘસ કાઢયા તેની તસ્વીરો

ભાણવડ તા. ર૦ : ભાણવડ નગરપાલીકાની ચુંટણીમાં બીજેપીનો દબદબો કાયમ રહ્યો હતો અને ર૪માંથી ૧૬ બેઠક પર જીત મેળવી પુનરાવર્તન કર્યું હતું અને વિધાનસભાની ચુંટણી અને શહેરમાં ચાલતા રોડના કામોમાં થતી લોલમલોલ બાદ પ્રજામાં જોવા મળેલી નારાજગી બાદ આ ચુંટણીમાં પરિર્વનની શકયતા જોવા મળી રહી હતી. પરંતુ આજે જાહેર થયેલા પરીણામો બાદ કોંગ્રેસની આશા ''ઝાંઝવાના જળ'' માફક બની રહી હતી.

વોર્ડ વાઇઝ મત ગણતરીમાં કોંગ્રેસ બીજેપીના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી રહી હતી અને કેટલીક બેઠકો એકથી પાંચ મતના અંતરે કોંગ્રેસને ગુમાવવી પડી હતી છ વોર્ડની તમામ ર૪ બેઠકોના પરીણામો બાદ બીજેપીએ ૧૬ બેઠકો સાથે પાલીકા હસ્તગત કરી હતી જયારે કોંગ્રેસને ફરી એક વખત નિરાશા હાલ લાગી હતી અને ૮ બેઠકોથી સંતોષ માનવો પડયો હતો વોર્ડ નં.૧માં એક મતના માર્જીનથી કોંગ્રેસના સીટીંગ સદસ્ય દેવજીભાઇ નકુમને પરાજયનો સામનો કરવો પડયો હતો. જયારે વોર્ડ નં.૩ માં બીજેપી સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી કરનાર આનંદબા નવુભા જાડેજાએ જોરદાર પ્રદર્શન કરી બીજેપીના ઉમેદવાર અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ સામે ટાઇ કરેલ અને ચીઠી દ્વારા પરીણામ જાહેર કરવામાં આવતા બીજેપી ઉમેદવારનું નામ ખુલતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ભાણવડ નગરપાલીકાના છ છોર્ડમાંથી માત્ર બે જ વોર્ડમાં પેનલ ટુ પેનલ વિજતા થઇ હતી. પાલીકાની ચુંટણી દરમ્યાન ક્રોસ વોટીંગ, સીંગલ વોટીંગ તેમજ મતદારોને નાખવા-ન નાખવા માટે ઉમેદવારોએ ભારે રૂપિયા બાટયા હોવાની હવા પણ ફેલાઇ હતી તો કયાંક ઇવીએમ મશીનો પર પાર્ટીના સિંબોલ ચોંટાડી સ્લમ વિસ્તારના મતદારોને મત નાખવા માટે મોટી રકમના ચુંકવણા કરવામાં આવ્યા હોવાના વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વહેતા થયા હતા વોર્ડમાં મતદારોને રીઝવવા માટે રોજ રોજ નાસ્તા, જમણવાર સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા હતા.  વિધાનસભામાં કોંગ્રેસના વિક્રમભાઇ માડમને જંગી બહુમતીથી મળેલી જીત બાદ શહેર તાલુકા કોંગ્રેસમાં નવી આશાનો સંચાર થયો હતો તો બીજી તરફ શહેરની પ્રજા ચાલુ બોડીની કામગીરીથી સંતુષ્ટ ન હતી આમ છતા કોંગ્રેસ આ વખતે પણ આ તકનો લાભ ઉઠાવી શહેરીજનોનો જોંક પોતાના તરફે કરી શકવામાં નિષ્ફળ રહેતા બીજેપીનો પાલીકા પરનો દબદબો જળવાઇ રહયો હતો.

(12:54 pm IST)