Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કાલાવડ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

 કાલાવડ : અહીંયા નગરપાલિકાની યોજાયેલ ર૮ બેઠકોની ચૂંટણીની મત ગણતરી મ્યુ. હાઇસ્કૂલ ખાતે સંપન્ન થયા બાદ પરિણામો જાહેર થતા ભાજપને ૧૮ અને કોંગ્રેસને ૧૦ બેઠક મળી હતી. જેમાં વોર્ડ નં.૧માં ભાજપના અજમલભાઇ નાકરાણી, જયદેવીબા હરિશચંદ્રસિંહ જાડેજા, મનોજભાઇ પરમાર, શોભનાબેન ઝીંઝુવાડીયા તથા વોર્ડ નં.રમાં ભાજપના અરૂણાબેન ગઢીયા, ક્રિષ્નાબા વિરેન્દ્રસિંહ જાડેજા, નરેશકુમાર સીંગલ, મુકેશભાઇ મહેતા તથા વોર્ડ નં.૪માં ભાજપના પુનિતાબેન બારોટ, કાનજીભાઇ કાટોડીયા, રંજનબેન રાખોલીયા, મનોજભાઇ જાની તેમજ વોર્ડ નં.૬માં ભાજપના મુકતાબેન ફળદુ, ભુપતભાઇ વિરાણી અને વોર્ડ નં.૭માં ભાજપના સંગીતાબેન કમાણી, ગીતાબેન ગોહીલ, ચંદ્રીકાબેન બગડા, શાંતિલાલ કોરાટ વિજેતાથતા કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, રમેશભાઇ મુંગરા, અગ્રણી કશ્યપભાઇ વૈષ્ણવ, મનોજભાઇ જાની, અભિષેક પટવા, હસુભાઇ વોરા, વલ્લભભાઇ સાંગાણી, વલ્લભભાઇ વાગડીયા, પી.ડી. જાડેજા, રાજુભાઇ પાઘડાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

       અત્રે નોંધનીય છે કે વોર્ડ નં.૩માં કોંગ્રેસના જીતેશભાઇ માટીયા, ઝરણાબેન હીરપરા, મહમદ હુશેન સમા, હિનાબેન તાળા તથા વોર્ડ નં.પમાં કોંગ્રેસના ઇમરાન સમા, કુલસુમબેન કાદરી, રફીફનબેન કાદીર, સદામ બારાડી અને વોર્ડ નં.૬માં કોંગ્રેસના ફાલ્ગુનીબેન સોજીત્રા અને મહેશભાઇ વાદી વિજેતા થયા છે. (તસ્વીર-અહેવાલ : કે.જી. આશરા, કાલાવડ)

(11:40 am IST)