Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કાલાવડના મેડીકલ ઓફીસરની મહિલા પોલીસ વિરૂદ્ધ ફરીયાદ

કાલાવડ, તા. ર૦ : કાલાવડ સી.એચ.સી.માં મેડીકલ ઓફીસ તરીકે ફરજ બજાવતા ડો. નિશાબેન પીપરીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના લેડી પી.એસ.આઇ. વિરૂદ્ધ ફરીયાદ આપેલ છે.

તા. ૧૪-ર-ર૦૧૭ના રોજ મોડી રાત્રીના ૩ વાગ્યે ફરીયાદી બેન સુતા હોય ત્યારે તેજ મકાનમાં ઉતર બાજુના રૂમે આરોપી લેડી પી.એસ.આઇ. રહેતા હોય જેથી શેરીમાં દરવાજો ફરીયાદીના રૂમનો પડતો હોવાથી ફરીયાદીના રૂમનો દરવાજો જોરથી ખખડાવી તેમાંથી પ્રવેશ કરેલ અને પી.એસ.આઇ. હોવાનો રોફ કરેલ આમ બીજા દિવસે પણ આશરે ૯ વાગ્યે રૂમમાં પ્રવેશી અને પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગૃહમાં પ્રવેશ કરી મને વાળ પકડીને દિવાલમાં ભટકાડી તમાચા અપશબ્દો બોલી બિભત્સ ગાળો બોલી રીયોલ્વરથી ગોળી મારી પતાવી દઇશ હું પી.એસ.આઇ. છું તેમ કહી ખોટા કેશમાં ફીટ કરી દઇશ તેવી ધમકી આપી હતી.

ડો. નિશાબેન સી.એચ.સી. જઇને સારવાર લીધેલ અને ૧૦૦ નં. કંટ્રોલરૂમને જાણ કરેલ, પરંતુ પી.એસ.આઇ. વિરૂદ્ધ તેઓએ કાર્યવાહી કરેલ નહીં હોવાથી લેખીત ફરીયાદ કાલાવડ ટાઉન પોલીસ ઇન્સ્પેકટરશ્રીને આપેલ છે. (૮.૯)

(11:39 am IST)